મઘા નક્ષત્ર: કયું વાહન? કેટલો વરસાદ? જાણો લોકવાયકા અને વરસાદના જોગ – Magha Nakshatra
આ પણ વાચો: વરસાદ નક્ષત્ર 2023 : કયુ નક્ષત્ર કયારે બેસે છે, કયુ વાહન છે
મધા નક્ષત્ર 2023
મિત્રો સૂર્યદેવે આશ્લેષા નક્ષત્રમાંથી મઘા નક્ષત્રમાં પ્રવેશ કર્યો છે. તારીખ 17 8 2023 ના રોજ મઘા નક્ષત્ર બેસી ગયું છે. દ્વિતીય શ્રાવણ સુદ એકમને રોજ ગુરુવારે બપોરે 1:00 વાગીને 33 મિનિટે સૂર્યદેવે મઘા નક્ષત્રમાં પ્રવેશ કર્યો છે. મઘા નક્ષત્ર નું વાહન ઘોડાનું છે.
મઘા નક્ષત્રને લઈને એક લોકવાયકા પણ પ્રચલિત છે
લોકવાયકા
“મઘા કે બરસે, માતુ કે પરસે”
એટલે કે જો મા ખાવાનું પીરસે તો જ છોકરાનું પેટ ભરાય એમ મઘા નક્ષત્રમાં વરસાદ વરસે તેનાથી ધરતી માતાની પાણીની તરસ બુજી જાય છે જેનાથી પાક પણ ખૂબ જ સારો થાય છે.
મિત્રો એક લોક વાયકા એવી પણ છે જેમાં ચાતક નામનું એક પક્ષી આખું વર્ષ તરસ્યું રહે છે. અને આ ચાતક પક્ષી મઘા નક્ષત્રમાં થતા વરસાદનું જ પાણી પીએ છે. આવી એક લોકવાયકા જોવા મળી રહી છે.
મઘા નક્ષત્રમાં વરસાદના જોગ
જો કોઈ વિસ્તારોમાં મઘા નક્ષત્રમાં સામાન્ય વરસાદ થાય. તો કોઈ કોઈ વિસ્તારોમાં ભારે વરસાદનું સૂચક પણ જોવા મળે છે આ નક્ષત્રના સમયગાળા દરમિયાન ભાપ નું પ્રમાણ વિશેષ રહેશે. તો ગરમીનું પ્રમાણ પણ મઘા નક્ષત્રમાં સારું જોવા મળી શકે છે. ટૂંકમાં આ મઘા નક્ષત્રમાં છૂટો છવાયો તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદ થાય. મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ પણ થતો હોય છે. ટૂંકમાં મકા નક્ષત્રમાં સારો વરસાદ રહેશે.
આ પણ વાચો: ફરી આખું ગુજરાત ઘમરોળશે મેઘરાજા: ત્રણ દિવસ સુધી વરસાદની આગાહી, 23 તારીખથી મોન્સૂન પર લાગશે બ્રેક
મધા નક્ષત્ર ના વરસાદના પાણીનું મહત્વ
મિત્રો પ્રાચીન શાસ્ત્રમાં મઘા નક્ષત્ર ના વરસાદના પાણીનું મહત્વ ખૂબ જ અમૂલ્ય દર્શાવાયું છે. કેમ કે આ નક્ષત્રના વરસાદના પાણીને સર્વશ્રેષ્ઠ ગણવામાં આવ્યું છે. ખેતીમાં ઊભા રહેલા પાકોને પણ આ વરસાદ એટલે કે મઘા નક્ષત્ર ના વરસાદના પાણીને સોના સમાન ગણવામાં આવ્યું છે.
કેમકે ખેતીના પાકોમાં રહેલા રોગ જીવાત મધા નક્ષત્ર ના વરસાદના પાણીથી સંપૂર્ણ રીતે ધોવાઈ જાય છે. મધા નક્ષત્ર ના સમયગાળા દરમિયાન માખીઓનું પ્રમાણ વિશેષ રૂપે જોવા મળે છે. એક લોક વાયકા મુજબ ચાતક પક્ષી આખું વર્ષ તરસ્યું રહે છે. અને આ ચાતક પક્ષી મઘા નક્ષત્રમાં થતા વરસાદનું જ પાણી પીએ છે. આવી એક લોકવાયકા જોવા મળી રહી છે.