ત્રણ દિવસ ગુજરાતમાં હળવાથી ગાજવીજ સાથે વરસાદ થવાની અંબાલાલ પટેલની આગાહી – Ambalal Patel

WhatsApp Group Join Now

ત્રણ દિવસ ગુજરાતમાં હળવાથી ગાજવીજ સાથે વરસાદ થવાની અંબાલાલ પટેલની આગાહી – Ambalal Patel

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી બાદ અંબાલાલ પટેલ દ્વારા પણ રાજ્યમાં વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલે રાજ્યના કયા ભાગોમાં કેવો વરસાદ થશે તે અંગે જણાવ્યું છે. આગામી 24 કલાકમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની આગાહી અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તેમણે રાજ્યમાં 19થી 21 ઓગસ્ટ દરમિયાન વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. નોંધનીય છે કે પરેશ ગોસ્વામીએ પણ આ તારીખો દરમિયાન વરસાદ થવાની આગાહી કરી છે. તેમણે બંગાળની ખાડીમાં બનેલા લો પ્રેશરની અસર થવાની શક્યતાઓ વ્યક્ત કરી હતી.

આ પણ વાચો: મઘા નક્ષત્ર: કયું વાહન? કેટલો વરસાદ? જાણો લોકવાયકા અને વરસાદના જોગ

ઓગસ્ટ માસના અંતિમ બે સપ્તાહમાં ગુજરાતમાં વરસાદી માહોલ કેવો રહેશે તે અંગે અંબાલાલ પટેલે આગાહી કરીને જણાવ્યું છે કે, ઓગસ્ટમાં વરસાદ ખેંચાયો છે ત્યારે ખેડૂતો ચિંતિત છે. અલનીનોના કારણે વરસાદ વધતા ઓછા પ્રમાણમાં રહેશે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. 18મી ઓગસ્ટથી યોગ્ય સંજોગો બનશે અને 19, 20 તથા 21માં રાજ્યના અલગ-અલગ ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ છે.

અંબાલાલ પટેલે તારીખો સાથે જણાવ્યું કે, ઉત્તર ગુજરાતના ભાગોમાં જોઈએ તો મહેસાણા, ચાણસમા, વડનગર, હારીજ, કડી તથા તેની આસપાસના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે. આ ઉપરાંત સાબરકાંઠાના ભાગોમાં હિંમતનગર, પ્રાંતિજ, બાયડ, અને મોડાસામાં વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે.

દહેગામ, ગાંધીનગર અને અમદાવાદના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતાઓ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. વિરમગામના કેટલાક ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે. મધ્ય ગુજરાતના વડોદરા, બોડેલી, કરજણ સહિતના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ છે.

આ ઉપરાંત મહેમદાવાદ, કપડવંજ, આણંદ, ખેડા, નડિયાદના ભાગોમાં પણ વરસાદ થવાની સંભાવના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. વરસાદના ઝાપટાં થશે. કારણ કે આ વખતે વરસાદી વહન જબરું જણાતું નથી. પરંતુ જે બંગાળના ઉપસાગર પરથી સિસ્ટમ આવી છે તેના કારણે વરસાદ થઈ શકે છે.

દક્ષિણ પશ્ચિમના પવનો છે તે સિસ્ટમને ગુજરાત આવતા રોકે છે, જેના કારણે વરસાદી સિસ્ટમ ઉત્તર ભારત તરફ ધકેલાઈ જવાની શક્યતાઓ છે. પરંતુ આમ છતાં તેની ગુજરાતમાં અસર જોવા મળશે. આ વરસાદ મઘા નક્ષત્રમાં પડવાનો હોવાથી ખેડૂતો માટે સારો રહેશે. સૌરાષ્ટ્રના દરિયકાંઠાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતાઓ જોવાઈ રહી છે.

અંબાલાલે રાજ્યના કેટલાક ભાગમાં હળવા તો કેટલાક ભાગમાં ઝાપટાં તો અમુક ભાગોમાં ગાજવીજ સાથે પણ વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. તારીખ 30 અને 31 બંગાળના ઉપસાગરમાં બીજુ એક વહન બનશે જેના કારણે દક્ષિણ ગુજરાતના ભાગો, સૌરાષ્ટ્રના દરિયાકિનારાના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ રહેશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment