ગુજરાતમાં લાંબા વિરામ બાદ નવી સિસ્ટમ વરસાદ લઈને આવશે તેવી આગાહી – new system is predicted

WhatsApp Group Join Now

ગુજરાતમાં લાંબા વિરામ બાદ નવી સિસ્ટમ વરસાદ લઈને આવશે તેવી આગાહી – new system is predicted‏ to bring rain in Gujarat

હવામાન વિભાગ દ્વારા પણ રાજ્યમાં વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી દેવામાં આવી છે. રાજ્યમાં પાછલા ઘણાં દિવસથી વાદળછાયું વાતાવરણ છે પરંતુ વરસાદ ખેંચાઈ ગયો છે. ઓગસ્ટ માસ પહેલા વરસાદના ત્રણ રાઉન્ડે ધડબડાટી બોલાવી હતી જે બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદ જોવા મળ્યો હતો. આ પછી ઓગસ્ટ મહિનો મચ્છરિયા વરસાદ સિવાય લગભગ કોરો જ રહ્યો છે. જોકે, હવે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે ભારે વરસાદની સંભાવનાઓ સાથે તે નજીવો ભારે વરસાદ (Marginal Heavy Rain) હોવાની શક્યતાઓ વ્યક્ત કરી છે.

અમદાવાદ હવામાન કેન્દ્રના ડિરેક્ટર ડૉ. મનોરમા મોહંતી દ્વારા શુક્રવારે ગુજરાત રાજ્યના આગામી હવામાન અને વરસાદ અંગે આગાહી કરવામાં આવી હતી જેમાં ગુજરાત રિજન (સૌરાષ્ટ્ર-કચ્છ સિવાય)ના ભાગોમાં બે-ત્રણ દિવસમાં વરસાદ થવાની સંભાવનાઓ છે. આજથી વરસાદની એક્ટિવિટીમાં વધારો થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

રવિવારે લગભગ આખા ગુજરાત રિજનમાં વરસાદ રહેવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જોકે, આ ભાગોમાં હવામાન વિભાગે મોટાભાગે હળવાથી સામાન્ય વરસાદ રહેવાની શક્યતાઓ હોવાનું જણાવ્યું છે. આ દરમિયાન એકાદ જગ્યા પર ભારે વરસાદ ખાબકી શકે છે.

શુક્રવારે રાજ્યના 7 દિવસના હવામાન અંગેની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે તેમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવાથી સામાન્ય વરસાદની શક્યતાઓ જોવાઈ રહી છે. ભારે વરસાદની શક્યતાઓ ઘણી ઓછી છે, પરંતુ વલસાડ, નવસારી, ડાંગ, નર્મદા, છોટાઉદેપુરમાંથી એકાદ જગ્યા પર નજીવો હળવો વરસાદ (Marginal Heavy Rain) થઈ શકે છે. ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં લગભગ 94 ટકા વરસાદ થઈ ગયો છે.

હવામાન વિભાગે રાજ્યમાં થનારા વરસાદનું કારણ રજૂ કરીને જણાવ્યું છે કે, બંગાળની ખાડીમાં બનેલા લો પ્રેશરની અસરના કારણે રાજ્યમાં વરસાદ થવાની સંભાવનાઓ છે. આ સિસ્ટમનું વહન મોટાભાગે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ થવાની શક્યતાઓ જોવાઈ રહી છે, આ સિસ્ટમ આગળ વધતા નબળી પડી શકે છે પરંતુ તેની અસરના કારણે ગુજરાતમાં વરસાદ થઈ શકે છે.

વરસાદ અંગે જે આગાહી કરવામાં આવી છે તેમાં અમદાવાદમાં ભારે વરસાદની કોઈ સંભાવનાઓ નથી પરંતુ 19 અને 20 તારીખ દરમિયાન હળવા વરસાદના કેટલાક સ્પેલ થવાની શક્યતાઓ જોવાઈ રહી છે. 22 ઓગસ્ટ સુધી રાજ્યના માછીમારોને કોઈ ચેતવણી આપવામાં આવી નથી.

નોંધનીય છે કે, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા પણ મધ્યપ્રદેશને અડીને આવેલા રાજ્યના જિલ્લાઓમાં તથા દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતાઓ ચાલુ અઠવાડિયાના અંતમાં તથા નવા અઠવાડિયાની શરુઆત શક્યતાઓ હોવાનું જણાવ્યું હતું.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment