મેઘરાજા ગુજરાતમાં ફરી પાછા ગાયબ થઈ જશે? હવામાન વિભાગે શું કહ્યું? – Will Meghraja disappear back to Gujarat again

WhatsApp Group Join Now

મેઘરાજા ગુજરાતમાં ફરી પાછા ગાયબ થઈ જશે? હવામાન વિભાગે શું કહ્યું? – Will Meghraja disappear back to Gujarat again

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે ત્યારે આગામી અઠવાડિયા દરમિયાન અને 24 કલાકના સમયગાળામાં વરસાદ કેવો રહેશે તેની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ તથા ઉત્તર ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. આ ભાગમાં હળવાથી સામાન્ય વરસાદ થવાની શક્યતાઓ છે. વરસાદની આગાહી સાથે હવામાન વિભાગે 2 દિવસ પછી વરસાદની એક્ટિવિટીમાં ઘટાડો થવાની પણ આગાહી કરી છે. (IMD)

હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે જેમાં અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, ભરૂચ, દાહોદ, મહીસાગરનો સમાવેશ થાય છે. હવામાન વિભાગે કચ્છમાં હવામાન સૂકું રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. જ્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં હળવો વરસાદ થઈ શકે છે. જેમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથનો સમાવેશ થાય છે.

વધુમાં હવામાન વિભાગે 20મી ઓગસ્ટે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ રહેવાની શક્યતાઓ છે, આ તારીખે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, ભાવનગર, મોરબી તથા બોટાદમાં હળવો વરસાદ થઈ શકે છે. પરંતુ કચ્છમાં હવામાન સૂકું રહેવાની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન અમદાવાદમાં વરસાદના હળવા સ્પેલ થઈ શકે છે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણ જણાવે છે કે, 21મી તારીખથી વરસાદમાં ઘટાડો થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. લો પ્રેશરની અસરના કારણે રાજ્યમાં 20મી તારીખે વરસાદની ગતિવિધિમાં વધારો કરશે પરંતુ આ સિસ્ટમ આગળ વધી ગયા બાદ તેની અસર ગુજરાતમાં જોવા મળશે નહીં.

નોંધનીય છે કે, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા પણ મધ્યપ્રદેશને અડીને આવેલા રાજ્યના જિલ્લાઓમાં તથા દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતાઓ ચાલુ અઠવાડિયાના અંતમાં તથા નવા અઠવાડિયાની શરુઆત શક્યતાઓ હોવાનું જણાવ્યું હતું. આ નિષ્ણાતોએ પણ રાજ્યમાં 19થી 21 ઓગસ્ટ દરમિયાન વરસાદ રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment