આના પછી પણ એક સિસ્ટમ થશે સક્રિય, ગુજરાતને કરશે તરબોળ: અંબાલાલ પટેલની આગાહી – Ambalal Patel predicts

WhatsApp Group Join Now

આના પછી પણ એક સિસ્ટમ થશે સક્રિય, ગુજરાતને કરશે તરબોળ: અંબાલાલ પટેલની આગાહી – system will activate Ambalal Patel predicts

હાલ ગુજરાત માટે વરસાદને લઈ સારા સમાચાર છે. કારણ કે છેલ્લા 17 દિવસથી વરસાદની રાહ જોવાઇ રહી છે. પરંતુ મજબુત સિસ્ટમ ન હોવાના કારણે સારો વરસાદ આવતો નથી અને અત્યારે કૃષિ પાકને પાણીની જરુર છે. આવામાં બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થયું છે. જેના કારણે ગુજરાતમાં વરસાદ આવવાની શક્યતા છે.

આજથી રાજ્યમાં વરસાદની ગતિવિધિ તેજ થશે. રાજ્યના અમુક જિલ્લાના ભાગોમાં 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને સામાન્યથી મધ્યમ વરસાદ થશે. તેમજ ગાંધીનગર, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ સુરેન્દ્રનગર, ભાવનગર અને બોટાદમાં થંડર સ્ટોમ એક્ટીવિટી થશે.

20 ઓગસ્ટના ડાંગ, નર્મદા, છોટા ઉદેપુર, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે.

અંબાલાલ પટેલે કહ્યું હતું કે, વરસાદની ધરી નીચે આવશે અને ઓગસ્ટના અંતમાં તથા સપ્ટેમ્બરની શરુઆતમાં વરસાદ થવાનું અનુમાન પહેલા જ કર્યું હતું. જોકે, હાલ તો બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમના કારણે વરસાદની ગતિવિધિ તેજ થશે. હળવા, મધ્યમ અને ભારે વરસાદી ઝાપટા આવશે. મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદની શકયતા છે. તેમજ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારમાં સામાન્ય વરસાદની શકયતા રહેશે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, હાલ તો બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સક્રિય છે. તેમજ વધુ એક સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે. પશ્ચિમ પેસેફિક મહાસાગર સક્રિય હોવાની શક્યતા છે. જેના લીધે બંગાળના ઉપસાગરમાં ઓગસ્ટના અંત અને સપ્ટેમ્બરની શરુઆતમાં એક સિસ્ટમ સર્જાવાની શક્યતા રહેશે. એ સિસ્ટમ સક્રિય થશે તો ગુજરાતમાં સારો વરસાદ આવશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment