big forecast : હાલ ગુજરાતમાં ઉત્તર પશ્ચિમથી ઉત્તરના પવન જોવા મળી રહ્યા છે. જેના કારણે ગુજરાતમાં તાપમાન થોડું ઓછું થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જોકે એન્ટી સાઇક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગરમી અને બફારાનો પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે. અમદાવાદનું મહત્તમ તાપમાન 41 ડિગ્રી નોંધવામાં આવ્યું હતું. આટલી ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. ગુજરાતમાં આગામી 7 દિવસ હવામાન કેવું રહેશે. તે અંગેની આગાહી જોઈએ.
આગામી 7 દિવસ કેવું હવામાન રહેશે?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં પવનની દિશા બદલાવાને કારણે આગામી ચાર દિવસ પછી તાપમાનમાં થોડો ઘટાડો નોંધાયો શકે છે. જ્યારે આજે સૌરાષ્ટ્ર માં પોરબંદર અને જુનાગઢમાં હિટવેવની સ્થિતિ સર્જાવાની શક્યતા રહેલી છે.
આ પણ વાચો : 20થી વધુ રાજ્યોમાં મેઘ તાંડવ, જાણો શું કહે છે ગુજરાત માટેની આગાહી
આ સાથે હવામાન વિભાગે વધુમાં જણાવ્યું કે, 4 દિવસ પછી તાપમાનમાં 2 થી 3 ડિગ્રી નો ઘટાડો થઈ શકે છે. જે બાદ ધીમે ધીમે તાપમાનમાં વધારો નોંધાય તેવી શક્યતા છે. હવામાન વિભાગની વેબસાઈટ અનુસાર આગામી સાત દિવસ ગુજરાત, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં શુષ્ક વાતાવરણ લેવાની શક્યતા છે.
આ પણ વાચો : આવી રહ્યું છે વાવાઝોડું! ગુજરાતમાં કેટલો ખતરો? પરેશ ગોસ્વામીએ તારીખો સાથે આગાહી કરી
ગરમીથી બચવા શું કરવું?
big forecast : આ ધગધગતી ગરમીથી બચવા માટે ભીના કપડાનો ઉપયોગ કરવો અથવા લુ લાગતી હોય તે વ્યક્તિના માથા પર પાણી રેડવું. શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે માટે ઓ.આર.એસ. અથવા તો લીંબુ શરબત જેવું ઠંડુ પ્રવાહી પીવાનું રાખવું. જો શરીરનું તાપમાન એકધારો વધતું હોય, માથાનો અસહ્ય દુખાવો હોય, નબળાઈ મહેસુસ થતી હોય, ઉલટી થતી હોય, કે ચક્કર આવતા હોય, તો તાત્કાલિક એમ્બ્યુલન્સ ને બોલાવવી.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં પવનની દિશા બદલાવાને કારણે આગામી ચાર દિવસ પછી તાપમાનમાં થોડો ઘટાડો નોંધાયો શકે છે.