weather in Gujarat : ગુજરાતમાં કાળઝાળ ગરમીથી આંશિક રાહત મળે તેવા અણસાર જણાય રહ્યા છે. પવનની દિશા બદલવાના કારણે ગરમીમાં ઘટાડો થવાની શક્યતા છે. 24 કલાક બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી કરવામાં આવી છે. આગામી 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્રમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. પોરબંદર, જૂનાગઢ અને ભાવનગરમાં હીટવેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. એટલું જ નહીં, સૌરાષ્ટ્રમાં તો ગરમીનું યેલો અલર્ટ જાહેર કરાયું છે. અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 41 ડિગ્રી આસપાસ નોંધવામાં આવ્યું છે. ગરમી અને ભેજના કારણે દરિયાઈ વિસ્તારોમાં અસર થઈ શકે છે. ગઈકાલે અમરેલીમાં સૌથી વધુ 44 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યું હતું.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, પશ્ચિમી પવનો ફૂંકાવવાનાં લીધે વાતાવરણમાં ભેજ જોવા મળશે. જેથી તાપમાનનો પારો આગામી દિવસોમાં થોડો નીચે આવી આવશે. આ તમામ વાતો વચ્ચે પણ અમદાવાદમાં તાપમાન 40 થી 41 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે. સૌરાષ્ટ્રમાં ગરમીનું યેલો અલર્ટ જાહેર કરાયું છે. પવનની દિશા બદલાઈ છે જેથી તાપમાન સામાન્ય રહેવાની શક્યતા છે, પરંતુ તેની અમદાવાદમાં સામાન્ય અસર જોવા મળશે. મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીથી નીચે જવાની શક્યતા છે.
આ પણ વાચો : આવતીકાલે આ 7 જિલ્લામાં આગાહી? જાણો હવામાન વિભાગની શું કરી આગાહી
વાદળછાયું વાતાવરણ રહેશે!
weather in Gujarat : ગુજરાતમાં અમુક જગ્યાએ વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. પશ્ચિમ તરફથી પવન ફુંકાઈ રહ્યો છે. જેના લીધે વાદળ બની રહ્યા છે. જોકે, આ વાદળોને લીધે વરસાદ પડવાની શક્યતા નહિવત્ છે. માત્ર વાદળ બનશે અને તે દૂર થઇ જતાં રહેશે. હાલ ગુજરાતના વાતાવરણમાં થોડો ફેરફાર જોવા મળી રહ્યો છે. અમુક વિસ્તારોમાં ગરમીમાં થોડી રાહત અનુભવાઇ રહી છે, તો ક્યાંક પવન ફૂંકાઇ રહ્યા છે. હાલ હવાને કારણે રાજ્યની તાપમાનમાં ઘટાડો થયો છે. જ્યારે 1-2 ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતા છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
24 કલાક બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી કરવામાં આવી છે.