હોળીની જ્વાળા પરથી ચોમાસાનો વર્તારો, જાણો આગામી ચોમાસું કેવું રહેશે?

WhatsApp Group Join Now

હોળીની જ્વાળા 2024 : હોળીની જ્વાળાઓ પરથી આગામી ચોમાસાનો વર્તારો સામે આવતો હોય છે. જ્યારે હોળીનું પ્રાગટ્ય થાય છે, ત્યારે કઈ દિશામાં થી પવન ફૂંકાય ને કઈ દિશામાં જ્વાળાઓ જાય છે. તેના પરથી ખગોળીય અને જ્યોતિષ્યની દ્રષ્ટિએ આગામી ચોમાસું કેવું રહેશે? તેનો અંદાજ મળતો હોય છે.

varsad aagahi

તો મિત્રો આજની આ મહત્વની પોસ્ટમાં હોળીનો પવન કઈ દિશામાં ફૂકાવાથી કેવું ચોમાસું જશે? કેવા વરસાદના સંજોગો રહેશે? વગેરે ચોમાસા ને લગતી મહત્વની માહિતી જાણીશું.

હોળીનો પવન 2024 કયા દિવસે જોવામાં આવે છે?

ફાગણ સુદ પૂનમના દિવસે હોળીનો શુભ તહેવાર આવતો હોય છે. શુભ મુહૂર્તમાં હોળીનું જ્યારે પ્રાગટ્ય કરવામાં આવતું હોય છે. ત્યારે ફૂકાતા પવનની ખાસ નોંધ લેવામાં આવતી હોય છે. જ્યારે હોળી પ્રગટાવવામાં આવે છે. ત્યારે કઈ દિશામાં થી પવન ફૂંકાય તો આવનારા ચોમાસામાં કેવો સંકેતો ઊભા થાય તે અંગેની વાત કરીએ.

આ પણ વાચો : 2024નું ચોમાસું એકદમ ટનાટન : કેસુડાના ફુલે આપ્યા સોનેરી સંકેત

પશ્ચિમ દિશામાંથી પવન ફૂંકાય તો?

હોળીના પ્રાગટ્ય દરમિયાન જો પશ્ચિમ દિશામાં થી પવન ફૂંકાય તો, આવનાર જ ચોમાસું ખૂબ જ સારું સાબિત થતું હોય છે. વરસાદની માત્રા પણ ચોમાસા દરમિયાન ખૂબ જ સારી જોવા મળતી હોય છે. નદી નાળા છલકાઈ જાય તેટલો વરસાદ ચોમાસાના દિવસો દરમિયાન પડતો હોય છે. સાથે સાથે ધન-ધાન્યના ઢગલા પણ થાય. એટલે કે, હોલિકા દહન સમયે પશ્ચિમના પવનને ઉત્તમ ગણવામાં આવે છે. પશ્ચિમ ના પવનો ને ચોમાસા માટે રાજા ગણવામાં આવે છે.

પૂર્વ દિશામાંથી પવન ફૂંકાય તો?

હોલિકા દહન સમયે હોળીની જ્વાળા 2024 જો પૂર્વ દિશામાંથી હોળીની જ્વાળા 2024 ફુકાય તો, આવનારો ચોમાસુ મધ્યમ રહેતું હોય છે. ચોમાસા દરમિયાન ખંડ વૃષ્ટિના યોગ વધુ પડતા જોવા મળતા હોય છે. મોટાભાગે શ્રાવણ તેમજ ભાદરવા મહિનામાં વરસાદની અનિયમિતતા ખૂબ જોવા મળતી હોય છે. એટલે કે, હોળી પ્રગટાવવામાં આવે ત્યારે પૂર્વનો પવન સારો ગણવામાં આવતો નથી. પૂર્વ દિશા નો પવન મધ્યમ ફળ દાતા ગણી શકાય.

આ પણ વાચો : પરેશ ગોસ્વામીએ કરી આગાહી, 2024નું ચોમાસું ક્યારે શરૂ થશે અને કેવું રહેશે?

ઉત્તર દિશામાંથી પવન ફૂંકાય તો?

હોલિકા દહન સમયે જો ઉત્તર દિશામાંથી પવન હું કાય તો, ઉત્તર દિશામાંથી આવતા પવનને ઉત્તમ ગણવામાં આવે છે. આવનારો ચોમાસુ ટનાટન રહેતું હોય છે. ચોમાસા દરમિયાન મોટા ભાગે સાર્વત્રિક વરસાદના રાઉન્ડ જોવા મળતા હોય છે. ચોમાસા દરમિયાન નદી નાળા તેમજ ચેકડેમ પણ છલકાઈ જાય તેટલો વરસાદ જોવા મળતો હોય છે. ચોમાસુ પણ નિયમિત સમયે બેસતું હોય છે. એટલે જો ઉત્તરના પવનો ફૂંકાય તો તેને ચોમાસા માટે ખૂબ જ સારો ગણવામાં આવે છે.

આ પણ વાચો : આવી રહ્યું છે વાવાઝોડું: ગુજરાતમાં વિનાશ નહિવત, પણ ખુશીના સમાચાર લાવશે!

દક્ષિણ દિશામાંથી પવન ફૂંકાય તો?

જ્યારે હોળીનું પ્રાગટ્ય કરવામાં આવે ત્યારે જો દક્ષિણ દિશામાં થી પવન ફૂંકાય તો, ખૂબ જ અશુભ ફળ આપનાર ચોમાસુ સાબિત થાય છે. હોલિકા દહન સમયે જો દક્ષિણ દિશામાં થી પવન ફૂંકાય તો તે વર્ષે દુષ્કાળના સમીકરણો વધુ ગણવામાં આવે છે. કોઈ કોઈ ભાગોમાં વરસાદની મોટી ઘટ પણ વર્તાતી હોય છે. ઘાસ ચારાની અછત પણ સર્જાય ચોમાસાના દિવસો દરમિયાન આકાશમાં વાદળોનું પ્રમાણ વધુ પડતા જોવા મળતું હોય છે. પરંતુ તે વાદળાથી વરસાદની શક્યતા ખૂબ જ ઓછી રહેતી હોય છે. માટે દક્ષિણના પવનને સારો ગણવામાં આવતો નથી.

વાયવ્ય ખૂણા માંથી જો પવન ફૂંકાય તો?

હોલિકા દહન સમયે જો વાયવ્ય ખુણા માંથી પવન ફૂંકાય તો, ચોમાસુ ટનાટન સાબિત થતું હોય છે. માટે વાયવ્ય ખૂણા ના પવનને ખૂબ જ શુભ માનવામાં આવે છે. વાયવ્ય ખૂણા માંથી પવન ફુકાઈ તો આવનારા ચોમાસા માટે તોફાની વરસાદના મોટા રાઉન્ડ જોવા મળતા હોય છે.

આ પણ વાચો : અંબાલાલ પટેલે કરી આગાહી, 18 થી 20 તારીખમાં હવામાનમાં આવશે મોટો પલટો!

અગ્નિ ખૂણા માંથી જો પવન ફૂંકાય તો?

અગ્નિ ખૂણામાંથી હોળીની જ્વાળા 2024ફૂંકાય તો, આવનારી ચોમાસુ દુષ્કાળમાં સાબિત થવાની સંભાવના વધુ ગણવામાં આવતી હોય છે. એટલે જ અગ્નિ ખૂણા ના પવનને અશુભ માનવામાં આવે છે. ચોમાસા દરમિયાન વાદળોનું પ્રમાણ વધુ જોવા મળે પરંતુ વરસાદની સંભાવના ખૂબ જ ઓછી હોય છે. એટલા માટે અગ્નિ ખૂણા ના પવનને ખંડ વૃષ્ટિદાયક ગણવામાં આવે છે.

ઇશાન ખૂણા માંથી પવન ફૂંકાય તો?

જો હોલિકા દહન સમયે ઇશાન ખૂણા માંથી પવન ફૂંકાય તો, ચોમાસા દરમિયાન ભારે વરસાદના રાઉન્ડ જોવા મળતા હોય છે. દુષ્કાળનો ખતરો ખૂબ જ ઓછો જણાતો હોય. પરંતુ ઈશાન ખૂણાના પવનથી ખેતીના પાકોમાં રોગ જીવાત નો ઉપદ્રવ વધુ રહેતો હોય છે. સાથે સાથે તીડ, ઉંદરનો ત્રાસ પણ તે વર્ષે વધુ જોવા મળતો હોય છે. એકંદરે ઈશાન ખૂણા માંથી પવન ફૂંકાય તો ચોમાસું સારું જણાય.

આ પણ વાચો : હવામાનને લઈ રામજીભાઈ કરછીની નવી આગાહી, જાણો વરસાદ આવશે કે નય!

નૈઋત્ય ખુણા માંથી પવન ફૂંકાય તો?

હોળીના પ્રાગટ્ય દરમિયાન જો નેઋત્ય ખુણા માંથી હોળીની જ્વાળા 2024 ફૂંકાય તો, ચોમાસુ વહેલું બેસી જતું હોય છે. પરંતુ મોટાભાગે પ્રથમ વરસાદનું રાઉન્ડ આવ્યા પછી મોટું વાયરુ ફુગાવાની પણ સંભાવનાઓ ઉદ્ભવતી હોય છે. કોઈ કોઈ વિસ્તારોમાં ચોમાસા દરમિયાન સારો વરસાદ જોવા મળતો હોય છે. તો કોઈ કોઈ વિસ્તારોમાં વરસાદની ભારે ઘટ્ટ પણ સર્જાતી હોય છે. એકંદરે આ પવનથી વર્ષ મધ્યમ રહેતું હોય છે.

પશ્ચિમીપવન ફૂંકાય અને હોળીની ઝાળ જો પૂર્વ દિશામાં જાય તો?

હોલિકા પ્રાગટ્ય સમયે કયો પવન સારામાં સારો ગણવામાં આવે છે, તે અંગે વાત કરીએ તો જ્યારે હોળી પ્રગટાવવામાં આવે છે. ત્યારે પશ્ચિમના પવનને સર્વ શ્રેષ્ઠ ગણવામાં આવે છે. પશ્ચિમ દિશામાંથી જો પવન ફૂંકાય અને હોળીની ઝાળ જો પૂર્વ દિશા તરફ જાય તો આવનારું ચોમાસુ 16 આની સાબિત થતું હોય છે.

આ પણ વાચો : ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે? જાણો નવી આગાહી શું છે

ઉત્તર દિશાનો અને ઈશાન ખૂણામાંથી પવન ફૂંકાય તો?

જો હોલિકા દહન સમયે ઉત્તર દિશાનો તેમજ ઈશાન ખૂણા માંથી પવન ફૂંકાય તો તેને પણ શુભ માનવામાં આવે છે. વર્ષ નબળું જતું નથી. પરંતુ ખેતીના પાકોમાં રોગ જીવાતનું પ્રમાણ તે વર્ષે વધુ જોવા મળતું હોય છે. એટલા માટે આ બંને પવનને પણ શુભ ગણી શકાય.

કઇ દિશાનો પવન સૌથી અશુભ ગણવામાં આવે?

સૌથી અશુભ પવનની વાત કરીએ તો દક્ષિણ ખૂણાનો પવન ફૂંકાય અથવા તો અગ્નિ ખૂણા માંથી જો હોળી પ્રગટે ત્યારે પવન ફૂંકાય તો વર્ષ ખૂબ જ નબળું રહેતું હોય છે. પ્રજા પણ દુઃખી થાય. કેમકે આ બંને પવનોને અશુભ જ્યોતિષશાસ્ત્રમાં ગણવામાં આવ્યા છે. વરસાદની પણ અછત ઊભી થાય છે .મોટે ભાગે વર્ષ દુષ્કાળમાં જોવા મળતું હોય છે.

હોળીની જ્વાળા 2024

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
કઇ દિશાનો પવન સૌથી અશુભ ગણવામાં આવે?


સૌથી અશુભ પવનની વાત કરીએ તો દક્ષિણ ખૂણાનો પવન ફૂંકાય અથવા તો અગ્નિ ખૂણા માંથી જો હોળી પ્રગટે ત્યારે પવન ફૂંકાય તો વર્ષ ખૂબ જ નબળું રહેતું હોય છે. પ્રજા પણ દુઃખી થાય. કેમકે આ બંને પવનોને અશુભ જ્યોતિષશાસ્ત્રમાં ગણવામાં આવ્યા છે. વરસાદની પણ અછત ઊભી થાય છે .મોટે ભાગે વર્ષ દુષ્કાળમાં જોવા મળતું હોય છે.

ઉત્તર દિશાનો અને ઈશાન ખૂણામાંથી પવન ફૂંકાય તો?


જો હોલિકા દહન સમયે ઉત્તર દિશાનો તેમજ ઈશાન ખૂણા માંથી પવન ફૂંકાય તો તેને પણ શુભ માનવામાં આવે છે. વર્ષ નબળું જતું નથી. પરંતુ ખેતીના પાકોમાં રોગ જીવાતનું પ્રમાણ તે વર્ષે વધુ જોવા મળતું હોય છે. એટલા માટે આ બંને પવનને પણ શુભ ગણી શકાય.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment