બે-બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ રાજ્યોમાં ભારે આગાહી, હવામાન વિભાગનું ભારે એલર્ટ જાહેર

WhatsApp Group Join Now

heavy rain : યુપી અને દિલ્હી સહિત ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં જોરદાર તડકો પડી રહ્યો છે. આગામી દિવસોમાં ગરમીમાં વધુ વધારો થાય તેવા શક્યતા છે. જોકે, બે નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતના પહાડી રાજ્યોમાં ત્રાટકે તેવી શક્યતા છે, જેના કારણે પર્વતોમાં ભારે વરસાદની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. બીજી બાજુ ઘણા એવા રાજ્યો છે જ્યાં હજુ પણ વરસાદ ખાબકી રહ્યો છે.

varsad aagahi

હવામાન વિભાગની મોટી આગાહી

હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે પૂર્વ અને મધ્ય ભારતમાં આજે અને આવતીકાલે વાવાઝોડા, વીજળી, કરા વગેરેની ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ સિવાય પૂર્વોત્તર ભારત અને સબ હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમમાં 20 તારીખ થી 23 તારીખ વચ્ચે ભારે વરસાદ પડવાની શક્યતા છે.

આ પણ વાચો : હોળીની જ્વાળા પરથી ચોમાસાનો વર્તારો, જાણો આગામી ચોમાસું કેવું રહેશે?

ક્યાં રાજ્યોમાં ભારે પવન સાથે કરાની આગાહી?

heavy rain : હવામાન વિભાગે આગાહી કરી છે કે, 19 માર્ચ થી 21 માર્ચ દરમિયાન ગંગાના પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશામાં આંધી અને વરસાદ પડવાની શક્યતા છે. આ દરમિયાન 50 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન અને કરા પણ પડવા ની શક્યતા છે.

છત્તીસગઢ, બિહાર, પૂર્વ મધ્ય પ્રદેશમાં 19 અને 20 માર્ચ દરમિયાન વરસાદ, આંધી અને વીજળી માટે એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. વિદર્ભ, પૂર્વ મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં 19 તારીખમાં જોરદાર પવન ફુંકાવાની શક્યતા છે. આ સિવાય તેલંગાણા, તટીય આંધ્રપ્રદેશ, યાનમમાં 19 અને 20 માર્ચમાં હળવો વરસાદ થવાની શક્યતા છે.

આ પણ વાચો : આવી રહ્યું છે વાવાઝોડું: ગુજરાતમાં વિનાશ નહિવત, પણ ખુશીના સમાચાર લાવશે!

20 માર્ચે તટીય આંધ્રપ્રદેશમાં ભારે વરસાદની આગાહી છે. અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા, સિક્કિમ જેવા રાજ્યોમાં પણ 19 થી 25 માર્ચ દરમિયાન ભારે વરસાદ થવાની શક્યતા સેવાઈ રહી છે.

આજથી હવામાનની પેટર્ન બદલાશે

heavy rain : હવામાન વિભાગે જણાવ્યું છે કે, ઉત્તર ભારતના પર્વતીય રાજ્યો પર બે નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નો ખતરો છે, જેના કારણે હવામાનની પેટર્ન બદલાવાની શક્યતા છે. પહેલો 20 માર્ચની રાત્રે ત્રાટકશે અને બીજો 23 માર્ચની રાત્રે દસ્તક આપે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આના કારણે જમ્મુ-કાશ્મીર, લદ્દાખમાં 20 થી 24 માર્ચ એટલે કે આગામી 5 દિવસ સુધી અને હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં 19 માર્ચ અને ફરીથી 21 થી 24 માર્ચ વચ્ચે ભારે વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે.

આ પણ વાચો : અંબાલાલ પટેલે કરી આગાહી, 18 થી 20 તારીખમાં હવામાનમાં આવશે મોટો પલટો!

ઉત્તર-પશ્ચિમ ભારતમાં આગામી બે દિવસમાં મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવા જઈ રહ્યો છે. મતલબ કે ઉત્તર ભારતમાં ગરમી વધવાની શક્યતા છે. આગામી 2 દિવસ સુધી મધ્ય ભારતમાં હવામાનમાં કોઈ ફેરફાર થશે નહીં અને ત્યાર બાદ મહત્તમ તાપમાનમાં બેથી ચાર ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે.

ખાસ નોંધ લેવી : આ આર્ટિકલમાં બતાવવામાં આવેલી માહિતી જુદા જુદા ધાર્મિક ગ્રંથો, પુસ્તકો, તેમજ ઇન્ટરનેટ અને વિદ્વાનો દ્વારા મેળવેલ છે. જે 99 % સાચી હોઈ શકે છે. માહિતીનો ઉપયોગ કરતાં પહેલાં કોઈની સજ્જનની સલાહ લેવી જોઈએ. (વરસાદ કે વાવાઝોડા વખતે ભારતીય હવામાન વિભાગ ની સૂચના ને અનુસરવું) બાકી આ માહિતી 100 % સાચી જ છે તેવો દાવો અમારું પેજ કે વેબસાઇટ (khedutsamachar.in) કરતી નથી. જેની દરેકે નોંધ લેવી. તેમજ આર્ટિકલની નકલ કરવી નહીં.

heavy rain

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
ક્યાં રાજ્યોમાં ભારે પવન સાથે કરાની આગાહી?

હવામાન વિભાગે આગાહી કરી છે કે, 19 માર્ચ થી 21 માર્ચ દરમિયાન ગંગાના પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશામાં આંધી અને વરસાદ પડવાની શક્યતા છે. આ દરમિયાન 50 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન અને કરા પણ પડવા ની શક્યતા છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment