વરસાદનો નવો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલની નવી નકોર આગાહી – New round of rain forecast

WhatsApp Group Join Now

વરસાદનો નવો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલની નવી નકોર આગાહી – New round of rain forecast

રાજ્યના અમુક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. હજુ પણ આગામી 24 કલાક ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. પરંતુ 27 જુલાઈ થી ફરી વરસાદનું જોર વધવાનું ગુજરાતના જાણીતા હવામાન નિશાંત અંબાલાલ પટેલ નું અનુમાન છે. કારણ કે 26 જુલાઈથી 27 જુલાઈમાં રાજ્યમાં વરસાદી વહન આવશે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે, આજથી વરસાદનો જોર ઘટવાની શક્યતા છે. પરંતુ 26 જુલાઈ થી 27 જુલાઈમાં વધુ એક વરસાદની સિસ્ટમ સક્રિય થાય તેવી શક્યતા છે. તેના કારણે 27 જુલાઈ થી 3 ઓગસ્ટ સુધી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જે વરસાદી વહન આગામી સમયમાં આવશે. તે સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ લાવશે તેવી શક્યતા છે.

જુલાઈ મહિનામાં જળબંબાકાર વરસાદ થયા બાદ ઓગસ્ટ મહિનામાં પણ એક પછી એક સિસ્ટમ આવવાનું અનુમાન છે. તેના કારણે ઓગસ્ટ મહિનામાં ભારે વરસાદ થશે. જોકે વાવણી થઈ ગયા બાદ હવે વરાપ નીકળે એટલે કે તડકો નીકળે તેની ખાસ જરૂર છે. કારણ કે છેલ્લા કેટલાક દિવસથી ખેડૂતોના ખેતરમાં સતત પાણી ભરેલું છે અને તેના કારણે ચોમાસુ પાકના પાન પીળા પડવા લાગ્યા છે અને ખેડૂતોની ચિંતામાં વધારો થઈ રહ્યો છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.