હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી – ચોમાસું 2024
ચોમાસું 2024 : હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી એ ગુજરાતમાં ચોમાસું કેવું રહેશે તે અંગેનું અનુમાન જાહેર કર્યું છે. પરેશ ગોસ્વામીએ ચોમાસાની અંગેની સંભાવનાઓ વ્યક્ત કરી છે જે ખેડૂતો માટે ઉપયોગી બની શકે છે. તેમણે વર્ષ 2024નું ચોમાસું સામાન્યથી સારું રહેવાની સંભાવનાઓ જણાવી છે. એટલે કે આવનારું ચોમાસુ ખેડૂતો માટે સારું રહેશે. આ આગાહી ખેડૂતો માટે ખુશ કરનારી છે. તેમણે કહ્યું કે, ચોમાસું એક ટકો પણ નબળું રહે તેવી શક્યતાઓ હાલ દેખાતી નથી. હાલ સારા ચોમાસા માટે તમામ પરિબળો સકારાત્મક દેખાઈ રહ્યા છે. ચોમાસામાં સારો વરસાદ અને અનુકૂળ હવામાનના કારણે ચોમાસા દરમિયાન ખરીફ પાકમાં સામાન્ય કરતા સારું ઉત્પાદન થાય તેવી પણ શક્યતાઓ પરેશ ગોસ્વામી વ્યકત કરી છે.
2024નું ચોમાસું કેવું રહેશે?
પરેશ ગોસ્વામીએ 2024નું ચોમાસું સારું રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે, 2024ના ચોમાસા દરમિયાન 98% થી 115% સુધીનો વરસાદ ગુજરાતમાં થાય તેવી શક્યતાઓ પરેશ ગોસ્વામીએ વ્યકત કરી છે. જો આ પ્રમાણે વરસાદ થયો તો તે ગુજરાતમાં સારામાં સારું ચોમાસું ગણાય છે.
આ પણ વાચો : પરેશ ગોસ્વામીની 4 થી 8 એપ્રિલની આગાહી, ગુજરાતમાં ઘાટા વાદળો છવાશે!
ગુજરાતમાં ચોમાસું 2024 મોડું બેસશે!
વધુમાં પરેશ ગોસ્વામી કહે છે કે, ગુજરાતમાં 15 જૂનની આસ પાસ ચોમાસું બેસતું હોય છે, જે પછી ઓક્ટોબર મહિના સુધી ચોમાસું ચાલતું હોય છે. આ વર્ષે 2024નું ચોમાસું 2 થી 4 દિવસ મોડું આગમન થશે. પરેશ ગોસ્વામી એ કહ્યું કે, આ વર્ષે ચોમાસુ 16 થી 21 જૂન વચ્ચે ગુજરાતમાં એન્ટ્રી કરે તેવી શક્યતા છે. આ વર્ષે પણ અગાઉના વર્ષોની જેમ ચોમાસું લાંબું ચાલવાની શક્યતા જણાઈ રહી છે.
આ પણ વાચો : 6 થી 14 એપ્રિલની આગાહી, ગરમી, વરસાદ, કરાની અંબાલાલ પટેલની આગાહી
ચોમાસાની વિદાય ક્યારે થશે?
આ વર્ષે ચોમાસું 25 ઓક્ટોમ્બર થી 28 ઓક્ટોબર સુધી સક્રિય રહી શકે છે. ચોમાસું લાંબું ચાલવાની સંભાવનાઓને જોતા પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, ખેડૂત મિત્રોએ તે પ્રકારે આયોજન કરવા જોઈએ જેથી કરીને તેમના પાકને નુકસાન ન પહોંચે.
પરેશ ગોસ્વામી કહે છે કે, આપણું ગુજરાત રાજ્ય દુનિયાના ઘણાં દેશો કરતા પણ મોટું છે એવામાં કેટલાક વિસ્તાર ચોમાસામાં નબળા રહે તે અપવાદ છે. પરંતુ આ વર્ષે એકંદરે ચોમાસું સારું રહેવાની સંભાવનાઓ દેખાઈ રહી છે. 85% થી 90% વિસ્તારોમાં ખુબ સારું રહેવાની સંભાવનાઓ છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
2024ના ચોમાસા દરમિયાન 98% થી 115% સુધીનો વરસાદ ગુજરાતમાં થાય તેવી શક્યતાઓ પરેશ ગોસ્વામીએ વ્યકત કરી છે.
024નું ચોમાસું 2 થી 4 દિવસ મોડું આગમન થશે. પરેશ ગોસ્વામી એ કહ્યું કે, આ વર્ષે ચોમાસુ 16 થી 21 જૂન વચ્ચે ગુજરાતમાં એન્ટ્રી કરે તેવી શક્યતા છે.
આ વર્ષે ચોમાસું 25 ઓક્ટોમ્બર થી 28 ઓક્ટોબર સુધી સક્રિય રહી શકે છે.