forecast for next 5 days : નવરાત્રી નો પર્વ શરૂ થઈ ગયો છે. ત્યારે ખેલૈયાઓને એક ચિંતા સતાવી રહ્યું છે. કે, તેમના રંગમાં ભંગ પાડવા વરસાદ ન આવી જાય ખેલૈયાઓને આ ચિંતાને હવામાન વિભાગે હલ કરી છે. ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે, તે અંગે હવામાન વિભાગે આગાહી કરી છે. આગાહી અનુસાર આજથી ગુજરાતનું હવામાન ખેલૈયાઓ માટે સારું રહેવાનું અનુમાન છે.
અરબ સાગરમાં ફરી વાવાઝોડું! આગામી 24 કલાકમાં વધુ સ્પષ્ટ થશે સ્થિતિ, જાણો શું છે સ્કાયમેટની આગાહી
મોટી આફત : બે-બે વાવાઝોડા આવી રહ્યા છે! અંબાલાલ પટેલની તારીખો સાથે મોટી આગાહી!
આગામી પાંચ દિવસ હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ રાજ્યનું હવામાન સુકો રહેશે. હાલ વરસાદની કોઈ સંભાવના દેખાતી નથી. કોઈપણ જિલ્લાના વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના નથી. સાથે જ તેમને જણાવ્યું હતું કે, હાલ ગુજરાતનું તાપમાન સામાન્ય છે. આગામી પાંચ દિવસ દરમિયાન તાપમાનમાં વધારો ફેરફાર થવાની શક્યતા નથી. એકાદ ડિગ્રી તાપમાનમાં ફેરફાર થઈ શકે છે. પાંચ દિવસ પછી એકાદ બે ડિગ્રી તાપમાન વધી શકે છે.
આ હવામાન ભાગને આગાહીને કારણે ખેડૂતો અને ખેલૈયાઓને આશકારો થયો છે. નોંધનીય છે કે, આજે સવારે 8:30 કલાક સુધીમાં બનાસકાંઠા, અરવલ્લી અને સાબરકાંઠામાં સામાન્ય વરસાદ થઈ શકે છે. જોકે સવારના 8:30 કલાક બાદ વરસાદની કોઈ આગાહી કરવામાં આવી નથી.
અંબાલાલ પટેલ ની આગાહી
અંબાલાલ પટેલ ના જણાવ્યા પ્રમાણે એક પછી એક મજબૂત વેસ્ટન ડીસ્ટર્બન્સ આવી રહ્યા છે. ત્યારે 17 થી 19 ઓક્ટોબરે દેશના ઉતર્યો પર્વતીય પ્રદેશોમાં જમ્મુ કાશ્મીર, હરિયાણા, પંજાબ, રાજસ્થાન, મધ્યપ્રદેશ તેમજ ગુજરાતના વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેલી છે. ભારે પવન અને કરા પડવાની પણ સંભાવના છે. બેક ટુ બેક બે સિસ્ટમ આવે તેવી શક્યતા છે. 22 તારીખ સુધીમાં રાજ્યના અમુક ભાગોમાં વરસાદની શક્યતા રહેલી છે. કચ્છ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા છે.
બે-બે વાવાઝોડા બનશે!
આ ઉપરાંત આંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં બંનેમાં વાવાઝોડા આકાર લે તેવી શક્યતા છે. અરબી સમુદ્રમાં રીઝલ્ટ જોવા મળશે અને 18 તારીખથી એકલો પ્રેશર બને તેવી શક્યતા છે. 22 ઓક્ટોબર સુધીમાં વાવાઝોડું બનવાની શક્યતા રહેશે. આ વાવાઝોડું મજબૂત બનશે તેવી શક્યતા છે. તેને ઉત્તરપૂર્વે પવનોની ગતિ મળશે. બંગાળના સાગર નો ભેજ મળશે. જેના કારણે આ સિસ્ટમ મજબૂત બને તેવી શક્યતા છે. જેના કારણે પશ્ચિમ ઘાટ પર હોવાથી નીચેના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. (forecast for next 5 days)