સ્કાયમેટનું અનુમાન, 2024નું ચોમાસુ કેવું રહેશે? જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં કેટલો વરસાદ?

Skymet prediction : હવામાનની આગાહી કરતી ખાનગી સંસ્થા સ્કાયમેટે ચોમાસાની આગાહી જાહેર કરી છે. સ્કાયમેટની આગાહી અનુસાર 2024માં ચોમાસું સામાન્ય રહેશે. સ્કાયમેટે ચોમાસાની સિઝન 102% (5% પ્લસ-માઈનસ માર્જિન) રહેવાની આગાહી વ્યક્ત કરી છે. સાથે જ દેશના દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમમાં સારા વરસાદની આગાહી કરી છે. એટલે કે દેશના પશ્ચિમ તટે આવેલા ગુજરાતમાં પણ સારા વરસાદની શક્યતા છે.

Paresh Goswami

ચોમાસાને લઈ સ્ક્યમેટે શું કહ્યું?

જૂનથી સપ્ટેમ્બર સુધી ચાલતી 4 મહિનાની ચોમાસાની સિઝન માટે એવરેજ (LPA) 868.6 mm છે. સ્કાયમેટના મેનેજિંગ ડિરેક્ટર જતિન સિંહે કહ્યું કે શરૂઆતમાં અલ નીનોની અસર જોવા મળી શકે છે. પરંતુ બીજા હાફમાં તેની ભરપાઈ થઈ જશે.

આ પણ વાચો : 10 થી 15 એપ્રિલમાં ગાંજવીજ સાથે ભારે માવઠુ, હવામાન વિભાગની આગાહી

ચોમાસા દરમિયાન ક્યાં કેવો વરસાદ રહેશે?

Skymet prediction : સ્કાયમેટ અનુસાર, દેશના દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ વિસ્તારોમાં સારા વરસાદની અપેક્ષા છે. એટલે કે દેશના પશ્ચિમ તટે આવેલા ગુજરાતમાં પણ સારા વરસાદની શક્યતા છે. આ સિવાય મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પણ પૂરતો વરસાદ થવાની શક્યતા છે. બિહાર, ઝારખંડ, ઓરિસ્સા અને બંગાળમાં જુલાઈ અને ઓગસ્ટ દરમિયાન વરસાદમાં થોડો ઘટાડો નોંધાવાની શક્યતા છે. જુલાઈ અને ઓગસ્ટ ચોમાસાનો સૌથી સક્રિય સમયગાળો છે. ઉત્તર-પૂર્વ ભારતમાં ચોમાસાની શરૂઆતની સિઝનમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

ચોમાસુ 2024 માટે ક્યાં મહિનામાં કેટલો વરસાદ?

આ પણ વાચો : 12 થી 15 એપ્રિલમાં ભુક્કા બોલાવતી અંબાલાલ પટેલની આગાહી

જૂન મહિનામાં કેટલો વરસાદ પડશે?

જૂન મહિનામાં વરસાદ LPA ના 95% હોઈ શકે છે (જૂન માટે LPA = 165.3 mm)

સામાન્ય વરસાદની 50% શક્યતા છે.

સામાન્ય કરતાં વધુ વરસાદની 20% શક્યતા છે.

સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાની સંભાવના 30% છે.

આ પણ વાચો : એપ્રિલ અને મેમાં હવામાનમાં શું નવું થશે? પરેશ ગોસ્વામીની આગાહી

જુલાઈ મહિનામાં કેટલો વરસાદ પડશે?

જુલાઈમાં LPAની સરખામણીમાં 105% વરસાદ થઈ શકે છે (જુલાઈ માટે LPA = 280.5 mm)

સામાન્ય વરસાદની 60% શક્યતા છે.

સામાન્ય કરતાં વધુ વરસાદની 20% શક્યતા છે.

સામાન્ય કરતાં ઓછા વરસાદની 20% શક્યતા છે.

ઓગસ્ટ મહિનામાં કેટલો વરસાદ પડશે?

ઓગસ્ટમાં વરસાદ LPA ના 98% હોઈ શકે છે. (ઓગસ્ટ માટે LPA = 254.9 mm)

 સામાન્ય વરસાદની 50% શક્યતા છે.

 સામાન્ય કરતાં વધુ વરસાદની 20% શક્યતા છે.

સામાન્યથી મધ્યમ વરસાદની 30% શક્યતા છે.

આ પણ વાચો : ગુજરાતમાં આંધી, ગાજવીજ અને તોફાનની આગાહી, અંબાલાલ પટેલની ભયાનક આગાહી

સપ્ટેમ્બર મહિનામાં કેટલો વરસાદ પડશે?

સપ્ટેમ્બરમાં વરસાદ LPA ના 110% હોઈ શકે છે (સપ્ટેમ્બર માટે LPA = 167.9 mm)

સામાન્ય વરસાદની 60% શક્યતા છે.

સામાન્ય કરતાં વધુ વરસાદની 20% શક્યતા છે.

સામાન્ય કરતાં ઓછા વરસાદની 20% શક્યતા છે.

શું છે અલ નીનો અને લાલ નીના?

જે રીતે સમુદ્રની સપાટીના તાપમાનમાં નાના ફેરફારથી વાતાવરણમાં મોટો ફેરફાર આવી શકે છે, તે રીતે અલ નીનો અને લા નીનાની ઘટનાઓ દુનિયાભરમાં હવામાનના મિજાજમાં ફેરફાર થઈ શકે છે. અલ નીનો દરમિયાન સપાટીનું તાપમાન સામાન્યથી વધુ ગરમ થાય છે. તો લા નીના દરમિયાન તે સામાન્યથી વધુ ઠંડુ હોય છે.

આ પણ વાચો : 5 દિવસ બાદ ગુજરાતના હવામાનમાં મોટો પલટો : અંબાલાલ પટેલે તારીખ સાથે કહ્યું, ક્યારે શું થશે?

સ્કાયમેટ વેધર શું છે?

Skymet prediction : સ્કાયમેટ વેધર એ ભારતની સૌથી મોટી હવામાન આગાહી અને એગ્રો-રિસ્ક સોલ્યુશન્સ કંપની છે. ભારતમાં હવામાનની આગાહી કરતી એકમાત્ર ખાનગી એજન્સી સ્કાયમેટ વેધર છે. જેની સ્થાપના 2003માં કરવામાં આવી હતી. 2003 થી, સ્કાયમેટ વેધર એજન્સી વિશ્વસનીય અને સુલભ હવામાન આગાહી પ્રદાન કરવા માટે જાણીતી છે. સ્કાયમેટ એજન્સી તેના પોતાના આંકડાકીય હવામાન મોડલ ચલાવે છે. ડેટા અને માહિતી સાધનો દ્વારા હવામાન આધારિત સેવાઓ પ્રદાન કરે છે. સ્કાયમેટ વેધર પાવર કંપનીઓ, મીડિયા જૂથો, ખેડૂત ઇનોવેશન સેવાઓ, કૃષિ ઇનપુટ ઉત્પાદકો અને લોજિસ્ટિક્સ ઓપરેટરોને હવામાનની આગાહી પહોંચાડવા માટે નવીન પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. સ્કાયમેટ વેધર એજન્સીએ ભારતમાં લાંબા અંતરના ચોમાસાના હવામાનની આગાહી માટે સેટેલાઇટ રિમોટ સેન્સિંગ અને માનવરહિત હવાઈ વાહનોના ઉપયોગની પહેલ કરી છે.

Skymet prediction

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
શું છે અલ નીનો અને લાલ નીના?

અલ નીનો અને લા નીનાની ઘટનાઓ દુનિયાભરમાં હવામાનના મિજાજમાં ફેરફાર થઈ શકે છે. અલ નીનો દરમિયાન સપાટીનું તાપમાન સામાન્યથી વધુ ગરમ થાય છે. તો લા નીના દરમિયાન તે સામાન્યથી વધુ ઠંડુ હોય છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment