Today Gujarat Weather Forcast : આજે ક્યાં ક્યાં વિસ્તારોમાં વરસાદની શક્યતા છે? જાણો વિસ્તાર વાઈઝ આગાહી

WhatsApp Group Join Now
Today Gujarat Weather Forcast : આજે ક્યાં ક્યાં વિસ્તારોમાં વરસાદની શક્યતા છે? જાણો વિસ્તાર વાઈઝ આગાહી

Today Gujarat Weather Forcast : રાજ્યના કેટલાક વિસ્તારોમાં ફરીથી મેઘરાજાએ પોતાની મહેર વરસાવી છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ રાજ્યમાં ભારે વરસાદ થવાની આગાહી કરી છે. આ સાથે હવામાન વિભાગે પણ અનેક વિસ્તારોમાં સારો વરસાદ થવાની શક્યતા દર્શાવી છે.

આ પણ વાંચો:  ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર: ક્યું વાહન છે? કેટલો વરસાદ? જાણો લોકવાયકા અને વરસાદના સંજોગ

અમદાવાદ હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રયે રાજ્યના આગામી 5 દિવસના હવામાન અંગે આગાહી કરી છે.
જેમાં તેમણે ગુજરાત રિજન એટલે કે ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં હળવાથી સામાન્ય વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગે રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારો સિવાયના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે.
જેમાં અમદાવાદ સહિતના ભાગોનો સમાવેશ થાય થાય છે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રયની આગાહી પ્રમાણે, ગુજરાતના જે જિલ્લાઓમાં આગામી ત્રણ દિવસ વરસાદ થવાની શક્યતાઓ છે
તેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર સહિત દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે.
આગામી 5 દિવસ દરમિયાન કરવામાં આવેલી આગાહીમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
ચોથા અને પાંચમા દિવસ (16-17 સપ્ટેમ્બર) દરમિયાન કેટલાક જિલ્લાઓમાં ભારે ભારે વરસાદ થવાની શક્યતાઓ છે.
જેમાં દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ, તાપી સહિત કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ તથા દાદરા નગર હવેલીનો સામાવેશ થાય છે.

આ સાથે તેમણે જણાવ્યુ છે કે, આજથી ચાર દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવા વરસાદની શક્યતાઓ છે.
જ્યારે પાંચમા દિવસે હળવાથી સામાન્ય વરસાદ થવાની શક્યતાઓ છે.
આજે ગીર સોમનાથ, દીવ, કચ્છના કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે.
જ્યારે આ પછીના ચાર દિવસ કચ્છમાં હવામાન સૂકું રહેવાની આગાહી છે.
14મી તારીખે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદની શક્યાતાઓ છે.
15મીએ જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ તથા 16મી તારીખે પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદમાં વરસાદ થવાની શક્યતાઓ છે.
આ ભાગોમાં હળવાથી સામાન્ય વરસાદની શક્યતાઓ છે.

હવામાન વિભાગના વેધર મેપ પર જોઇએ તો, 16મી તારીખે ડાંગ, નવસારી, તાપી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની આગાહી છે.
આ સાથે અહીં સામાન્ય ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે 30થી 40 કિમીની (In Gust) ઝડપે પવન ફૂંકાવવાની આગાહી છે.
જ્યારે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં તથા દમણ, દાદરા નગર હવેલી, ઉત્તર ગુજરાતનાં કેટલાક જિલ્લાઓમાં જેમકે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, અને મહીસાગરમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment