Today Gujarat Weather Forcast : આજે ક્યાં ક્યાં વિસ્તારોમાં વરસાદની શક્યતા છે? જાણો વિસ્તાર વાઈઝ આગાહી

Today Gujarat Weather Forcast: આજે ક્યાં ક્યાં વિસ્તારોમાં વરસાદની શક્યતા છે? જાણો વિસ્તાર વાઈઝ આગાહી

Today Gujarat Weather Forcast : આખો ઓગસ્ટ મહિનો અને સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં વરવા વિષમ સંજોગોમાં ગઈકાલે રાજ્યમાં ક્યાંય પણ સમ ખાવા પૂરતો પણ વરસાદ પડ્યો નથી. એવામાં હવે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતો દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો:  ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર: ક્યું વાહન છે? કેટલો વરસાદ? જાણો લોકવાયકા અને વરસાદના સંજોગ

આજે અહીં વરસાદની શક્યતા

હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના કેટલાક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

સુરત, નવસારી, નર્મદા, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી અને ભાવનગર, અમરેલી તેમજ ગીર-સોમનાથમાં વરસાદની શક્યતા છે.

14, 15 અને 16 સપ્ટેમ્બરે આ વિસ્તારમાં વરસાદની આગાહી

14 અને 15 સપ્ટેમ્બરે દાહોદ, મહિસાગર, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, ભાવનગર, અમરેલી અને ગીર-સોમનાથમાં વરસાદ પડી શકે છે.

16 સપ્ટેમ્બરે પણ આ તમામ સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે.

ગુજરાતમાં સારા વરસાદની આગાહીઃ હવામાન નિષ્ણાંત

કેટલાક હવામાન નિષ્ણાતોની આગાહી મુજબ 13 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય રહેશે, જેના કારણે ઉત્તર અને પૂર્વ ભાગમાં વરસાદ પડશે.

13 સપ્ટેમ્બર બાદ પણ વધુ એક નવી સિસ્ટમ બની રહી છે.

બંગાળના ઉપસાગરમાં બનતી સિસ્ટમના કારણે વધુ એક વાર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.

ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થશે. સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે.

ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે પડશે વરસાદ

27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે.

નવરાત્રીના દિવસોમાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી હવામાન નિષ્ણાતો દ્વારા કરવામાં આવી છે.

Today Gujarat Weather Forcast

પરેશ ગોસ્વામીએ પણ કરી છે વરસાદની આગાહી

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ વરસાદની આગાહી કરી છે.

તેઓએ જણાવ્યું છે કે, આગામી 16 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં સારા વરસાદની આગાહી છે.

બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાને કારણે ગુજરાતમાં સારા વરસાદની શક્યતા છે.

આ સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રામાં ભારે વરસાદ પડી શકે છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment