પરેશ ગોસ્વામીની આગાહી: ગુજરાતમાં આ તારીખોમાં ફરીથી મેઘરાજા બોલાવશે ધડબડાટી – Paresh Goswami

WhatsApp Group Join Now

Paresh Goswami: પરેશ ગોસ્વામીએ આ અંગે જણાવ્યુ છે કે, ‘આ લો પ્રેશરને કારણે, બહોળો શિયર ઝોન સર્જાશે. જેના કારણે 16થી 22 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં સારા વરસાદો થાય તેવી શક્યતા છે.

પરેશ ગોસ્વામીની આગાહી: ગુજરાતમાં આ તારીખોમાં ફરીથી મેઘરાજા બોલાવશે ધડબડાટી

રાજ્યમાં હાલ વરસાદે જાણે હાથતાળી આપીને ગાયબ થઇ ગયો હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે.

બે-ત્રણ દિવસ વરસાદ થયા બાદ મેઘરાજા ફરીથી ગુમ થઇ ગયા છે.

ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરતા જણાવ્યુ છે કે, હજી વરસાદ ઘણો લાંબો ચાલશે. 16થી 22 સપ્ટેમ્બરમાં ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી કરી છે.

આ પણ વાચો: ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર: ક્યું વાહન છે? કેટલો વરસાદ? જાણો લોકવાયકા અને વરસાદના સંજોગ

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ બંગાળની ખાડીમાં 11 સપ્ટેમ્બરથી અસ્થિરતા સર્જાવવાનું ચાલુ થયું છે.

આ અસ્થિરતાને આવનારા દિવસોમાં યોગ્ય હવામાન મળવાને કારણે લો પ્રેશરમાં પરિવર્તિત થશે.

જે ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે. આ લો પ્રેશર 16મી સપ્ટેમ્બરની આસપાસ મધ્યપ્રદેશ પર આવશે અને એક મજબૂત ટ્રફ બનશે.

તેમણે મોટી વાત જણાવતા કહ્યુ કે, આ લો પ્રેશરને કારણે, બહોળો શિયર ઝોન સર્જાશે. જેના કારણે 16થી 22 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં સારા વરસાદો થાય તેવી શક્યતા છે.આ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે. આ ઉપરાંતના ભાગોમાં પણ સામાન્યથી મધ્યમ વર્ગનો વરસાદ જોવા મળશે.

આ સાથે તેમણે જણાવ્યુ કે, ગુજરાતમાં ચોમાસું હજી ઘણું લાંબુ ચાલવાનું છે.

એટલે 22મી સપ્ટેમ્બર પછી પણ અનેકવાર વરસાદ પડશે. જેનાથી ચોમાસું પાકને જે પાણીની જરૂર છે.

તે તો પુરી થશે સાથે ઉનાળું અને શિયાળું પિયત કરી શકે તેટલી વ્યવસ્થા થઇ જાય તેવી શક્યતાઓ છે.

તેમણે એમ પણ જણાવ્યુ કે, જે વિસ્તારો વરસાદથી ઓગસ્ટ સપ્ટેમ્બરમાં વંચિત રહ્યા છે અને ખેડૂતો જે વરસાદની રાહ જોઈ રહ્યા છે તેઓને સંતોષ થશે. ડેમમાં નવા પાણીની આવક થશે. કૂવા અને બોરનાં તળ જે નીચા ગયા છે તે ફરીથી ભરાશે અને નવા પાણી આવશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment