today kapas price : કપાસમાં સતત તેજી જોવા મળી રહી છે. ગુજરાતના ઘણા માર્કેટ યાર્ડમાં કપાસની સારી આવકો જોવા મળી રહી છે. આવકો હોવા છતાં ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે. મોટા ભાગના માર્કેટ યાર્ડોમાં 1600 રૂપિયાની સપાટીને પાર થયા છે.
સારા કપાસના ભાવ કાલે રૂપિયા 1701 ની સપાટીએ પહોંચ્યા હતા. પણ ફરી કપાસની બજાર રૂપિયા 1650 એ સ્થિર જોવા મળ્યા હતા. છેલ્લા એક મહિનામાં રૂની ખાંડીમાં રૂપિયા 5000 રૂપિયાનો સુધારો દેખાયો હતો. કપાસની બજારમાં પ્રતિ મણ કપાસમાં રૂપિયા 150 થી 200 રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે.
આ પણ વાચો : આજે કપાસમાં રેકોર્ડ બ્રેક ભાવ, જાણો આજના તમામ બજારોના ભાવ
કપાસમાં સતત તેજી યથાવત!
ન્યૂયોર્ક કોટન વાયદાની વધઘટ નાં કારણે કપાસની બજારમાં હલચલ જોવા મળી રહી છે. ન્યૂયોર્ક વાયદો રાતોરાત એટલે કે 48 કલાકમાં 94 થી વધીને 103 સેન્ટ પહોંચી ગયો હતો. પરંતુ સટોડીયાઓ દ્વારા કપાસની તેજીમાં ખેડૂતોને તેજી દેખાવા નહોતી દીધી. જોકે ફરીવાર ન્યુયોર્ક વાયદો સુધરી 99 સેટ ની સપાટીએ પહોંચ્યો છે. જેના કારણે ગઈ કાલે કપાસની બજાર થોડી સુધરી છે.
આ પણ વાચો : ડુંગળીમાં તેજી યથાવત, જાણો આજના તમામ બજારોના ભાવ
શું કહે છે કપાસની બજારો?
today kapas price : કપાસની પ્રારંભથી જ સતત વેચાણ જળવાયેલ રહ્યું છે. બહુ ઓછા ખેડૂતો પાસે હવે કપાસ બચ્યો છે. દેશમાં કુલ કપાસ ઉત્પાદન નો બે ભાગ ઉપરનો કપાસ બજારમાં વેચાઈ ચૂક્યો છે. ત્યારે એક ભાગથી ઓછા બચેલા કપાસમાં કોટન યુનિટીએ સપ્ટેમ્બર એન્ડ સુધી ચલાવવાનું છે.
સૌથી વધુ કપાસની આવક બોટાદમાં 42,865 મણ કપાસની આવક થાય સાથે ભાવ પણ સારા મળ્યા હતા. સારા કપાસના ઉંચામાં 1671 રૂપિયા રહ્યા હતા. કાલે રેકૉર્ડ સપાટીએ રૂપિયા 1701 રૂપિયા નો ભાવ લાલપુર માં નોંધાયો હતો. 31 માર્કેટ યાર્ડમાં કપાસનાં ભાવ 1600ની સપાટીને વટાવી ગયા હતા. સારા કપાસના ભાવ મળતા ખેડુતો માં ખુશી જોવા મળી હતી.
આ પણ વાચો : સાવધાન : કપાસ વધ્યો એમ ઘટવાના સંજોગો આવી શકે
કપાસ રાખવો કે વેચવો જોઈએ?
કપાસમાં ઝડપથી બજારો વધતી જોવા મળી રહી છે. તેથી ઘટવાના સંજોગો પણ બની શકે છે. જો કે હજુ બજારમાં કપાસના ભાવ વધવાના સંજોગો છે. જોકે અચાનકથી નવું કારણ આવી જાય તો બજાર પાછી ઘટી શકે છે. હવે અહીંથી ઊંચા ભવન નો લોપ ખેડૂતો માટે જોખમી બની શકે છે. એટલા માટે ખેડૂતોએ પોતાના સંજોગોને ધ્યાનમાં લઈને કપાસ વેચવો જોઈએ કે ન વેચવો જોઈએ તેના પર યોગ્ય નિર્ણય લેવો જોઈએ.
આ પણ વાચો : કપાસના ભાવ 2000ની સપાટીએ પૉગશે? ભાવમાં 120 થી 150 રૂપિયાનો ઉછાળો
કપાસના બજાર ભાવ
રાજકોટમાં કપાસના ભાવ 1475 થી 1640 રૂપીયા ભાવ રહયો હતો. અમરેલીમાં કપાસના ભાવ 1000 થી 1625 રૂપીયા ભાવ રહયો હતો.
જસદણમાં કપાસના ભાવ 1400 થી 1600 રૂપીયા ભાવ રહયો હતો. બોટાદમાં કપાસના ભાવ 1300 થી 1671 રૂપીયા ભાવ રહયો હતો.
ગોંડલમાં કપાસના ભાવ 1101 થી 1591 રૂપીયા ભાવ રહયો હતો. કાલાવડમાં કપાસના ભાવ 1350 થી 1629 રૂપીયા ભાવ રહયો હતો.
ભાવનગરમાં કપાસના ભાવ 1269 થી 1554 રૂપીયા ભાવ રહયો હતો. જામનગરમાં કપાસના ભાવ 1210 થી 1675 રૂપીયા ભાવ રહયો હતો.
અગત્યની લિંક
લેટેસ્ટ બજાર ભાવ જાણવા માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
કપાસમાં સતત તેજી જોવા મળી રહી છે. ગુજરાતના ઘણા માર્કેટ યાર્ડમાં કપાસની સારી આવકો જોવા મળી રહી છે. આવકો હોવા છતાં ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે.