today weather : હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આજે ગુરુવારે ગુજરાતના ઘણા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી શક્યતા છે. જ્યારે આગામી પાંચ દિવસ સુધી રાજ્યનું વાતાવરણ સૂકું રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. તેમજ આવનારા 5 દિવસ સુધી રાજ્યમાં માવઠાં અંગે આગાહી કરવામાં આવી નથી.
રાજ્યના વાતાવરણ માં ફેરફાર આવશે?
આગામી ત્રણ દિવસ બાદ લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. તેમજ મહત્તમ તાપમાન પણ 3 દિવસ બાદ 2 થી3 ડિગ્રી વધે તેવી શક્યતા છે. દરિયાકાંઠાનાં વિસ્તારમાં 15 થી 20 કિલો મીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. જ્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ 8 માર્ચ થી 11 માર્ચ સુધી વાતાવરણમાં પલટો આવવાની શક્યતા વ્યક્ત કરી છે. સાથે જ 18 માર્ચ થી 20 માર્ચમાં કમોસમી વરસાદ પડે તેવી શક્યતા અંબાલાલ પટેલ વ્યક્ત કરી છે.
આ પણ વાચો : ગુજરાતનું હવામાન પલટાશે? ત્રણ દિવસ બાદ તૈયાર રહેજો, હવામાન વિભાગની આગાહી
today weather : હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ,પોરબંદર, પાલનપુર, વડોદરા અને ભાવનગર સહિતના વિસ્તારમાં 27 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહેવાની શક્યતા છે. રાજકોટ અને ભૂજ સહિતના વિસ્તારમાં 26 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહેવાની શક્યતા છે. સુરતમાં 29 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહેવાની સંભાવના છે.વસાડમાં 28 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહેવાની શક્યતા છે.
આ પણ વાચો : સાવધાન: ગુજરાત પરથી માવઠાનો ખતરો ગયો નથી! પરેશ ગોસ્વામી એ કરી તારીખો સાથે નવી આગાહી
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી
બીજી તરફ, હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી જણાવે છે કે, કમોસમી વરસાદ બાદ જે ઠંડક પ્રસરી છે તેમાં ફેરફારો જોવા મળશે અને 6 માર્ચથી તાપમાનમાં રોજ વધારો થતો જશે. 10 માર્ચ આવતા-આવતા મહત્તમ તાપમાનનો પારો 35 ડિગ્રીને પાર થશે તેવી શક્યતા છે. એટલે કે હવે ધીમે-ધીમે ઉનાળા ની સીઝન તરફ જઈ રહ્યા છીએ. આમ ઠંડીના માહોલથી છૂટકારો મળશે અને ગરમીનો રાઉન્ડ આવશે.
આ પણ વાચો : અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી: ગુજરાતમાં આગામી દિવસો શું થશે તે જણાવ્યું
પરેશ ગોસ્વામી : માવઠાની આગાહી
પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, માર્ચમાં બે વખત કમોસમી વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. જેમાં 10 માર્ચ થી 12 માર્ચ દરમિયાન ઉત્તર ભારત પરથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાની શક્યતા છે. જેના કારણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠાના અમુક ભાગોમાં માવઠું થવાની શક્યતા છે. આ સાથે કચ્છના વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ થઈ શકે છે.
નોંઘ : હવામાનને લગતી તમામ અપડેટ માટે હવામાન વિભાગનેે અનુસરવુુ. જેની લીંક નીચે આપેલ છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આજે ગુરુવારે ગુજરાતના ઘણા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી શક્યતા છે. જ્યારે આગામી પાંચ દિવસ સુધી રાજ્યનું વાતાવરણ સૂકું રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. તેમજ આવનારા 5 દિવસ સુધી રાજ્યમાં માવઠાં અંગે આગાહી કરવામાં આવી નથી.