માવઠાની આગાહી : ગુજરાતમાં માર્ચ મહિનાની શરૂઆતથી વાતાવરણમાં અનેક વાર પલટો જોવા મળ્યો છે. તો બીજી બાજુ વહેલી સવાર થતા અને સાંજે રાતે ઠંડીનો ચમકારો ફરી રહ્યો છે.આપણે વડીલો પાસેથી અનેક વાર સાંભળ્યું હશે કે, શિવરાત્રી પછી ઠંડી શિવ શિવ કરતી જતી રહેતી હોય છે. ત્યારે આગામી સમયમાં ગુજરાતનો હવામાન કેવું રહેશે. તે અંગેની આગાહી જણાવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ ગુજરાતમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાન બે ડિગ્રી થી ત્રણ ડિગ્રી વચ્ચે તેવું જણાવ્યું છે.
હવામાન વિભાગની આગાહી
ગુજરાતના હવામાન અંગે પાંચ દિવસની આગાહી હવામાન વિભાગે કરી છે. આગામી પાંચ દિવસ રાજ્યનું વાતાવરણ સૂકું રહેવાની શક્યતા છે. હાલ તો ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યમાં બે દિવસ બાદ મહત્તમ અને લઘુતમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનું વધારો જોવા મળશે. તાપમાન અંગેની આગાહી કરતા હવામાંની ભાગે જણાવ્યું છે કે, ગઈકાલે અમદાવાદમાં લઘુતમ તાપમાન 14.9 ડિગ્રી તાપમાન હતું. જ્યારે મહત્તમ તાપમાન 32 ડિગ્રી નોંધવામાં આવ્યો હતો. ગાંધીનગરમાં લઘુતમ 16.4 ડિગ્રી અને મહત્તમ 32 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
આ પણ વાચો : કાલથી વાતાવરણ પલટાશે! જાણો શું કહે છે આગાહી કારકો
ભારે પવનની આગાહી
રાજ્ય પર આવતા પવનોની દિશા ઉત્તર પશ્ચિમી અને ઉત્તર તરફથી છે. બે દિવસ પવનની દિશા બદલાય ઉત્તર પૂર્વ અને ઉત્તર તરફ પવન ફુકાવાની શક્યતા છે. જેના કારણે રાજ્યના વાતાવરણમાં તાપમાનનો વધારો થઈ શકે છે. હાલમાં ઉત્તર દિશા તરફથી પવન ફોકાતા હોવાથી સવારમાં ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.
આ પણ વાચો : આજનું હવામાન કેવું રહેશે? રાજ્યમાં માવઠાની આગાહી, જાણો માવઠું, ઠંડી અને ગરમીની આગાહી
પરેશ ગોસ્વામીની આગાહી અને ખેડૂતોને સલાહ
પરેશ ગોસ્વામી એ ઉનાળુ પાક જેવા કે, તલ અડદ બાજરી અને મગફળીનું મોઢામાં મોડું 10 માર્ચ થી 12 માર્ચ સુધીમાં વાવેતર કરી દેવાની સલાહ ખેડૂતો આપી છે. આ સાથે વધુમાં જણાવ્યું છે કે, જે વાતાવરણ ઠંડી પ્રસરી છે તેમાં ફેરફાર થશે અને આજથી તાપમાનમાં વધારો જોવા મળશે. 10 તારીખ આવતા આવતા મહત્તમ તાપમાન 35 ડિગ્રીને પાર થઈ શકે છે.
આ પણ વાચો : ગુજરાતનું હવામાન પલટાશે? ત્રણ દિવસ બાદ તૈયાર રહેજો, હવામાન વિભાગની આગાહી
વરસાદની આગાહી
પરેશ ગોસ્વામી એ માવઠાની આગાહી કરતા જણાવ્યું છે કે, માર્ચમાં બે વખત માવઠું પડવાની શક્યતા છે. જેમાં 10 તારીખ થી 12 તારીખ દરમિયાન ઉત્તર ભારત પરથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થાય રહ્યું છે. જેના કારણે ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે.
ખાસ નોંધ લેવી
આ આર્ટિકલમાં બતાવવામાં આવેલી માહિતી જુદા જુદા ધાર્મિક ગ્રંથો, પુસ્તકો, તેમજ ઇન્ટરનેટ અને વિદ્વાનો દ્વારા મેળવેલ છે. જે 99 % સાચી હોઈ શકે છે. માહિતીનો ઉપયોગ કરતાં પહેલાં કોઈની સજ્જનની સલાહ લેવી જોઈએ. (વરસાદ કે વાવાઝોડા વખતે ભારતીય હવામાન વિભાગ ની સૂચના ને અનુસરવું) બાકી આ માહિતી 100 % સાચી જ છે તેવો દાવો અમારું પેજ કે વેબસાઇટ (khedutsamachar.in) કરતી નથી. જેની દરેકે નોંધ લેવી. તેમજ આર્ટિકલની નકલ કરવી નહીં.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |