Ambalal Patel Forecast : હાલની વરસાદી સિસ્ટમ યુ-ટર્ન લઇ ફરી ગુજરાતને તરબોળ કરશે, નવી સિસ્ટમ પણ રેલમછેલ કરશે!

Ambalal Patel Forecast : હાલની વરસાદી સિસ્ટમ યુ-ટર્ન લઇ ફરી ગુજરાતને તરબોળ કરશે, નવી સિસ્ટમ પણ રેલમછેલ કરશે!

આ પણ વાચો: આજે ક્યાં ક્યાં વિસ્તારોમાં વરસાદની શક્યતા છે? જાણો વિસ્તાર વાઈઝ આગાહી

Ambalal Patel Forecast: રાજ્યમાં લાંબા વિરામ બાદ ફરી મેઘરાજા મહેરબાન થતાં જણાય છે. આગાહી અનુસાર, રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ ખાબકી રહ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. મજબૂત વરસાદી સિસ્ટમ સર્જાતા ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે, ત્યારે આવનારા સમયમાં વરસાદની સ્થિતિ કેવી રહેશે. આ પછી પણ વધુ એક સિસ્ટમ સર્જાશે કે કેમ? હજુ ક્યારે-ક્યારે ગુજરાતમાં પડશે વરસાદ? તે અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે.

ambalal patel forcast

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, મધ્ય ગુજરાતમાં હજુ ભારે વરસાદની આગાહી છે. હજુ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડશે. ઉત્તર પૂર્વના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ ખૂબ ઓછો છે.

અંબાલાલ પટેલે જણાવ્યું કે, બંગાળના ઉપસાગરમાં ભારે હલચલ થશે. વરસાદ હજુ ગયો નથી. 13-14 સપ્ટેમ્બરે વધુ એક લો પ્રેશર બનશે. જેથી મધ્યપ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદ થશે અને નર્મદા ડેમની સપાટીમાં વધારો થશે. સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારમાં પણ વરસાદ પડશે.

તેમણે કહ્યું કે, 21થી 23 તારીખમાં ફરી વરસાદ પડશે. 27-28 તારીખે સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટા પડશે. કચ્છના વિસ્તારોમાં પણ ઝાપટા થવાની શક્યતા છે. નવેમ્બર-ડિસેમ્બર સુધી સિસ્ટમો બનતી રહેશે. નવેમ્બરમાં ગુજરાતમાં ચક્રવાતની અસર થઈ શકે છે.

અંબાલાલે કહ્યું કે, 23 સપ્ટેમ્બર પછી સારો વરસાદ પડી શકે છે. કેટલાક વિસ્તારમાં સારા વરસાદી ઝાપટા આવશે. ઓક્ટોબરમાં પણ વિવિધ વિસ્તારમાં વરસાદ પડશે. એક પછી એક સિસ્ટમો બનતી રહેશે. સૌરાષ્ટ્રમાં અપૂરતો વરસાદ હાલ ચિંતાજનક છે. હજુ સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારમાં ઝાપટા પડશે.

હાલ પડી રહેલા વરસાદ અંગે અંબાલાલ પટેલે જણાવ્યું કે, બંગાળના ઉપસાગરમાં સર્જાયેલી સિસ્ટમ ઓડિશા અને મધ્યપ્રદેશના માર્ગે થઇને આવી હતી. તેને લીધે ગુજરાતમાં વરસાદ થયો છે. 10મી સપ્ટેમ્બરથી આ સિસ્ટમ રિટર્ન થશે. પવનના લીધે આ સિસ્ટમ કચ્છ અને સૌરાષ્ટ્ર નજીક પહોંચતી નથી. તેથી તે પાછી ઠેલવાયછે. આ રિટર્ન થતાં ઉત્તરા પૂર્વ ભાગોમાં સારો વરસાદ થશે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment