Ambalal Patel : સપ્ટેમ્બરના બાકીના દિવસોમાં મુશળધાર વરસાદ પડશે? વરસાદની ચાલ અંગે અંબાલાલનું અનુમાન
Ambalal Patel : રાજ્યમાં અમુક વિસ્તારમાં વરસાદી માહોલ છે અને છેલ્લા ત્રણ દિવસથી અમુક વિસ્તારમાં સારો વરસાદ પણ થયો છે. જોકે, આ સિસ્ટમના કારણે સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થવાની આશા હતી, પરંતુ જોઈએ તેવો વરસાદ થયો નથી. હજુ સપ્ટેમ્બર મહિનાના બાકીના 20 દિવસ સાનુકૂળ રહે તેવી આશા રાખવામાં આવી રહી છે. હાલ ચોમાસું પાકને પાણીની જરૂર છે. જોકે, છેલ્લા 10 વર્ષના ઓગસ્ટ મહિનામાં ચાલુ વર્ષે ઓગસ્ટ મહિનામાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે.
આ પણ વાચો: હાલની વરસાદી સિસ્ટમ યુ-ટર્ન લઇ ફરી ગુજરાતને તરબોળ કરશે, નવી સિસ્ટમ પણ રેલમછેલ કરશે!
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, દક્ષિણ ગોળાર્ધમાં વાતાવરણ સાનુકુળ છે. વેપારી પવનો સાનુકૂળ થયા છે. પશ્વિમ પેસેફિકનું વાતાવરણ સાનુકૂળ થયું છે. હિંદ મહાસાગરનું વાતાવરણ સાનુકૂળ છે. અરબ સાગરનું તાપમાન સાનુકૂળ છે. સાનુકૂળ વાતાવરણ ગુજરાત માટે પણ સાનુકૂળ બનશે.
13થી 14 સપ્ટેમ્બર બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનશે. જે 16 અને 17 સપ્ટેમ્બરમાં મજબુત બનશે. મધ્યપ્રદેશના માર્ગથી ગુજરાત તરફ આવવાની શક્યતા રહેશે. મધ્યપ્રદેશમાં વરસાદ થશે અને સરદાર સરોવરમાં પાણી આવશે. આ સિસ્ટમના કારણે ગુજરાતના ભાગોમાં વરસાદ થશે.
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, 19 અને 20 સપ્ટેમ્બરમાં વાદળછાયું રહેશે. 18થી 20 સપ્ટેમ્બરમાં પણ વરસાદ થશે. તેમજ 22 સપ્ટેમ્બરમાં પણ એક સિસ્ટમ બનશે. 21થી 23 સપ્ટેમ્બરમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે. 27થી 28 સપ્ટેમ્બરમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં વરસાદી ઝાપટા રહેશે અને કચ્છના ભાગોમાં પણ વરસાદી ઝાપટા રહેશે.
સપ્ટેમ્બર મહિના એન્ડ સુધીમાં વરસાદ રહેશે. પરંતુ જો મજુબત સિસ્ટમ આવશે તો જ સારો વરસાદ થશે. નહીંતર સામાન્યથી મધ્યમ વરસાદ થવાની આશા છે.
તેમણે જણાવ્યું કે, સપ્ટેમ્બર મહિનામાં વરસાદ થશે અને ઓક્ટોબર મહિનામાં પણ વરસાદની શક્યતા છે. 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે ગુજરાતમાં કેટલાક ભાગમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા રહેશે. 17 ઓક્ટોબરના ભારે પવન ફૂંકાશે અને નવરાત્રીમાં વાદળછાયું વાતાવરણ થશે.