જૂન મહિનામાં તોફાની મેઘ તાંડવની અંબાલાલ પટેલની આગાહી

WhatsApp Group Join Now

heavy rain in June : હાલ હવામાં ભેજનુ પ્રમાણ વધતા વાદળછાંયુ વાતાવરણ થયું છે. તેમજ પવનની ગતિ સામાન્ય કરતા વધુ જોવા મળી રહી છે. તો સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉતર ગુજરાતમાં આંધી વંટોળ રહેવાની શક્યતા છે. કેરળમાં ચોમાસાનું સત્તાવાર રીતે આગમન થયું છે. ત્યારે ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન ક્યારે થશે અને જૂન મહિનામાં કેવો વરસાદ પડશે તે અંગે અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે.

અંબાલાલ પટેલની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું છે કે, હાલ ગુજરાતમાં પ્રિ મોનસુન એક્ટિવિટી થઈ શકે અને આંઘી વંટોળનુ પ્રમાણ વધુ રહી શકે છે. ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી છે. દક્ષિણ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોમાં રોહિણી નક્ષત્ર ઉતરતા વરસાદ થવાની આગાહી છે. ઉતર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં ઘુળની આંધી, વંટોળ રહેવાની આગાહી છે.

આ પણ વાંચો : વાવણીની તારીખ લખી લ્યો, પરેશ ગોસ્વામીએ કરી છે વાવણીની આગાહી

6 જૂન સુધીમાં વરસાદની આગાહી

અંબાલાલ પટેલે જણાવ્યુ કે, 6 જુન સુધીમાં રોહિણી નક્ષત્રનો વરસાદ, આંઘી વંટોળ સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં પડવાની શક્યતા છે. જોકે ચોમાસા પૂર્વ આવી ગતિવિધિ થતી જોવા મળતી હોય છે. આંધી પછી વરસાદ જોવા મળતો હોય છે. રોહિણી નક્ષત્રમાં જ્યાં જ્યાં વરસાદ થાય છે ત્યાં પૂર્ણ વરસાદ થતો હોય છે તેવું માનવામા આવે છે.

આ પણ વાંચો : જૂન મહિનામાં વાવાઝોડું થશે! અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી

જૂનમાં વાવાઝોડુ!

heavy rain in June : હવામાન નિષ્ણાતે અંબાલાલ પટેલે કહ્યું કે, પશ્ચિમ હિંદ મહાસાગર ગરમ થશે અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનવાની સંભાવના છે. 8 જૂન આસપાસ બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બની શકે છે. ચોમાસાની ગતિવિધિ જોર પકડે તેવી શકયતા છે. 14 જૂન પછી અરબ સાગરમાં પણ લો પ્રેશર બને અને વાવાઝોડુ બનવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે. જેના કારણે પણ સારો વરસાદ આવવાની સંભાવના છે.

આ પણ વાંચો : 16 આની વર્ષ રહેશે! ચોમાસા દરમિયાન 50 થી 65 ઇંચ વરસાદ, જુલાઈમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં ભુકા કાઢશે

8 થી 14 જૂનમાં ભારે વરસાદનું આગાહી

આ સાથે તેમણે જણાવ્યું કે, ચોમાસું કેરલના કાંઠે પહોચી ગયુ છે. અરબી સમુદ્રમાં કંરટ જોવા મળશે. પવનની ગતિ તેજ રહેવાની શક્યતા છે. 8 જૂને દરિયામાં પવનો બદલાશે અને પવનનું જોર વધવાની શક્યતા રહેલી છે. 8 થી 14 જુન વચ્ચે ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદની પડી શકે છે. જેને મૃગશીર્ષ નક્ષત્રનો વરસાદ પણ કહેવામાં આવે છે. તો જીવાતની શક્યતા રહેશે. તેમજ 22 થી 28 જૂન વચ્ચે આદ્રા નક્ષત્રનો વરસાદ સારો ગણવામાં આવતો હોય છે.

heavy rain in June
જૂન મહિનામાં વરસાદની આગાહી

ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન ક્યારે થશે અને જૂન મહિનામાં કેવો વરસાદ પડશે તે અંગે અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment