કપાસના ભાવ 2000ની સપાટીએ? જાણો આજનો કપાસનો સર્વે

Cotton prices : કપાસની બજારમાં ફૂલ તેજી જોવા મળી રહી છે. મોટા ભાગના યાર્ડમાં કપાસનો સરેરાશ ભાવ પ્રતિ મણ રૂ. 1600 સુધી પહોંચ્યો છે, આજે કપાસની ઉચો ભાવ 1721 રૂપિયા નોંધાયો છે. જેમાં આ સિઝનનો સૌથી વધુ ભાવ રૂ.1995 પ્રતિ મણ નોંધાયો હતો. તમને જણાવી દઈએ કે આજથી 60 દિવસ પહેલા કપાસની કિંમત 1200 રૂપિયાથી 1400 રૂપિયાની વચ્ચે રહી હતી.

બજારના જાણકારોના મતે કપાસના ભાવમાં વધારાનો ટ્રેન્ડ આગામી મહિનાઓમાં પણ ચાલુ રહી શકે છે. બજારના નિષ્ણાતોએ ખેડૂતોને સલાહ આપતા કપાસના આગામી મહિના માટે આગોતરા ભાવનો અંદાજ જારી કર્યો છે.

આ પણ વાચો : કપાસ રેકોર્ડ બ્રેક સપાટીએ, ભાવ રૂ.1721 નોંઘાયો, જાણો આજના તમામ બજારોના ભાવ

કપાસના ભાવ 2000ની સપાટીએ પહોંચશે?

Cotton prices : આ આગોતરા અંદાજ મુજબ, માર્ચ, એપ્રિલ અને મે 2024માં ભારતીય કપાસના ભાવ રૂ. 1500-1600-1660 પ્રતિ મણ વચ્ચે રહેવાની ધારણા છે. હા અમુક બજારોમાં સારા કપાસના ભાવ 1800 થી 1900 સુધી મળી શકે છે. પરંતુ તે એકાદ દિવસ પૂરતો ઉચો આવે પછી પાછો 1600ની સપાટીએ સ્થિર થય શકે.

આ પણ વાચો : કપાસમાં તેજી, તમામ યાર્ડોમાં ભાવ 1600 રૂપીયાને પાર, જાણો આજના તમામ બજારોના ભાવ

અન્ય દેશોમાં વધતી જતી માંગ અને ફેબ્રિક અને સ્પિન્ડલ્સની માંગમાં વધારો સહિતના અનેક પરિબળો નાં કારણે કપાસના ભાવ ટકી રહેવાની ધારણા છે. જો કે, ત્યાં ઘણા સંભવિત જોખમો છે. જે કપાસના ભાવને અસર કરી શકે છે, જેમ કે ચૂંટણી અથવા બજારની અણધારી ઘટનાઓ વગેરે ના લીધે પણ કપાસની બજાર હળવી પડી શકે છે. તેથી, કપાસની ખરીદી અને વેચાણ કરતા પહેલા ખેડૂતોએ આ પરિબળોને ધ્યાનમાં લેવું જોઈએ અને પછી જ પાક વેચવાનો નિર્ણય લેવો જોઈએ.

કપાસના વેચાણ અંગે ખેડૂતોને સલાહ

હાલના સમયને જોતા બજારના નિષ્ણાતો સલાહ આપી રહ્યા છે કે, ખેડૂતોએ તબક્કાવાર કપાસના વેચાણનું આયોજન કરવું જોઈએ. આમાં, માર્ચ મહિનામાં લગભગ 40 ટકા કપાસનું વેચાણ કરવું જોઈએ. આ પછી એપ્રિલમાં 30 ટકા અને મેમાં 30 ટકા કપાસ નું વેચાણ કરવું જોઈએ. આનાથી ખેડૂતોને કપાસના સારા ભાવ મળી શકે છે.

આ પણ વાચો : ઘઉંના ભાવ રેકોર્ડ સપાટીએ, જાણો આજે કયા યાર્ડમાં ઉચો ભાવ નોંઘાયો

જો કે ઉપરોક્ત પરિબળો કપાસના ભાવોને અસર કરી શકે છે, તેમ છતાં, ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે તેઓ તમામ પરિબળોને ધ્યાનમાં લીધા પછી તેમના કપાસના પાકને વેચવાનો નિર્ણય તેમની વિવેકબુદ્ધિથી લે કારણ કે બજારમાં કપાસના ભાવ દરરોજ વધઘટ થાય છે. આવી સ્થિતિમાં, કપાસ(Cotton)નું વેચાણ કરતા પહેલા, ખેડૂતોએ સ્થાનિક બજારમાં કપાસના ભાવ વિશે જાણવું આવશ્યક છે. આ પછી જ કપાસ વેચવો.

Cotton prices

અગત્યની લિંક

લેટેસ્ટ બજાર ભાવ જાણવા માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
કપાસના ભાવ 2000ની સપાટીએ પહોંચશે?


આ આગોતરા અંદાજ મુજબ, માર્ચ, એપ્રિલ અને મે 2024માં ભારતીય કપાસના ભાવ રૂ. 1500-1600-1660 પ્રતિ મણ વચ્ચે રહેવાની ધારણા છે. હા અમુક બજારોમાં સારા કપાસના ભાવ 1800 થી 1900 સુધી મળી શકે છે. પરંતુ તે એકાદ દિવસ પૂરતો ઉચો આવે પછી પાછો 1600ની સપાટીએ સ્થિર થય શકે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment