થોડા દિવસોમાં ચોમાસાની વિદાય શરુ
Gujarat weather report : ગુજરાતમાંથી ચોમાસાની વિદાયનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયુ છે. રાજ્યના પાડોશી રાજ્ય રાજસ્થાન સરહદથી ચોમાસાની વિદાયની શરૂઆત થઇ ગઇ છે. જોકે, હવામાન વિભાગની આગાહી(Meteorological department forecast) પ્રમાણે, રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ છવાયેલો રહેશે.
આગામી 4 દિવસ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી (Rain forecast) કરવામાં આવી છે. આ સાથે અમદાવાદ, ગાંધીનગર સહિત સૌરષ્ટ્રમાં થન્ડર સ્ટ્રોમ પણ થઇ શકે છે.
જેના કારણે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી(Moderate rain forecast) કરવામાં આવી છે.
હસ્ત નક્ષત્ર : કયું વાહન છે? કેટલો વરસાદ? જાણો લોકવાયકા અને વરસાદના જોગ
ગુજરાતમાં હજુ પાંચ દિવસની આગાહી
ગુજરાતમાં પાંચ દિવસ કેવું હવામાન રહેશે તે અંગેની આગાહી હવામાન વિભાગ દ્વાવારા આગાહી કરવામાં આવી છે. જેમા તેમણે હવામાન અંગે આગાહી કરતા જણાવ્યુ કે, રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદ થવાની સંભાવના (Chance of rain for five days) છે. તો જોઇએ આજથી ચાર દિવસ કયા કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
ભેજના કારણે હાલ ગુજરાતમાં વરસાદી માહોલ રચાયો છે. હાલ ગુજરાતને ભારે વરસાદ(Heavy rains in Gujarat) આપી શકે તેવી કોઇ સિસ્ટમ એક્ટિવ નથી પરંતુ રાજ્યમાં હાલ ભેજને કારણે વરસાદ થઇ રહ્યો છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, દક્ષિણ ગુજરાતમાં સારોવરસાદ(Gujarat weather report) પડી શકે છે. સુરત અને ભરૂચમાં પણ સારા વરસાદની આગાહી છે. બનાસકાંઠા, સાબરકાંઠામાં મધ્યમ વરસાદ થઈ શકે છે. તો અમદાવાદમાં મધ્યમથી સામાન્ય વરસાદની આગાહી છે.
તો સૌરાષ્ટ્ર-કચ્છના કાંઠા વિસ્તારમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે અને 27મીએ નર્મદા, તાપી જિલ્લામાં બે દિવસ ભારે વરસાદની આગાહી છે. 28 સપ્ટેમ્બરે ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની આગાહી છે.
મનોરમા મોહન્તીના જણાવ્યા પ્રમાણે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં મોટા ભાગના જિલ્લામાં થંડર સ્ટોમ એક્ટિવિટી થશે.
અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી(Thunderstorm activity) થઈ શકે છે. જ્યાં 40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ દરમિયાન સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે.
વાતાવરણમાં ફેરફાર
ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા બે દિવસથી બદલાતા વાતાવરણના વરસાદી માહોલ વચ્ચે ક્યાં મુશળધાર તો ક્યાંય હળવાથી મધ્યમ ઝાપટા વરસ્યા હતા. જોકે બે દિવસ બદલતા વાતાવરણથી ખેડૂતો ફાયદો થશે કે નુકશાન? કારણ કે ગીરમાં અનેક ખેડૂતોએ આગોતરી મગફળીનું વાવેતર કર્યું છે જે હવે લણવાની તૈયારીમાં છે.