kapas ni bajar : કપાસના ભાવ વધારાની વાત કરીએ તો છેલ્લા 15 દિવસમાં કપાસના ભાવ માં 200 રૂપિયા આજુબાજુનું ઉછાળો નોંધાયો હતો. આમ તો 15 ફેબ્રુઆરી પછી ખેડૂતોને કપાસના સારા ભાવ મળી રહ્યા છે. જ્યારે માર્ચ મહિનાની શરૂઆતમાં જ કપાસમાં રેકોર્ડ બ્રેક ભાવ નોંધાયો છે. જે ભાવનગર માર્કેટ યાર્ડ માં 1856 રૂપિયા સુધી પહોંચ્યો હતો.
નવા કપાસમાં 120 રૂપિયાનો ઉછાળો
વિજાપુર માર્કેટ યાર્ડ ખાતે નવા કપાસની આવકમાં વધારો થયો છે. યાર્ડમાં કપાસની સારી આવક થઈ હતી. તેમજ ખેડૂતોને કપાસના ભાવ સારા મળ્યા હતા. વિજાપુરમાં નવા કપાસના ભાવની વાત કરવામાં આવે તો 1620 રૂપિયાની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા.
આ પણ વાચો : કપાસમાં આજે રૂ.150ના ઉછાળા સાથે રેકોર્ડ બ્રેક ભાવ, જાણો આજના તમામ બજારોના ભાવ
વિજાપુર માર્કેટ યાર્ડના ચેરમેન રમેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, માર્કેટ ઉઘડતાની સાથે જ નવા કપાસની હરાજી શરૂ કરવામાં આવી હતી. વિજાપુર માર્કેટ યાર્ડમાં કપાસની આવક 456 બોરી નોંધવામાં આવી હતી. કપાસનો નીચો ભાવ 1350 થી 1620 રૂપિયા પ્રતિ મણ નોંધવામાં આવ્યો હતો. કપાસના ભાવમાં હાલ 120 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે.
કપાસમાં ઉછાળો શા માટે જોવા મળ્યો?
કપાસની બજારોના આંતરરાષ્ટ્રીય દેશના રિપોર્ટ એવું જણાવે છે કે, સેટોડીયા લોકો દ્વારા કપાસની ખરીદી કરવામાં આવે છે. નબળા નિકાસ અને વેચાણને કારણે ભાવમાં તેજી જોવા મળી હતી.
આ પણ વાચો : કપાસના ભાવ 2024ની ઐતિહાસિક સપાટીએ, રૂ.1864 રેકૉર્ડ બ્રેક ભાવ, હજી કેટલા ભાવ વધશે?
કપાસમાં તેજી કેટલા દિવસ રહેશે?
હાલ આંતરરાષ્ટ્રીય વૈશ્વિક કપાસની બજાર(kapas ni bajar)માં ઉછાળો જોવા મળી રહ્યો છે. જે કેટલા દિવસ ટકે તેના માટે કોઈ પ્રબળ સંજોગો જણાતા નથી. કપાસની બજારોમાં કપાસના ભાવ ઊંચાઈ પર પહોંચ્યા બાદ ફરીથી 1500 રૂપિયાની આસપાસની સપાટી આવી જાય તેવા સંજોગો જણાય રહ્યા છે. તેમ છતાં ચૂંટણીના કારણે કપાસના ભાવ સારા મળે તેવી આશા ખેડૂતો રાખી રહ્યા છે.
આ પણ વાચો : આજે કપાસમાં રેકોર્ડ બ્રેક ભાવ, આજેે ઉચો ભાવ રૂ.1865 રહયો, જણો આજના તમામ બજારોના ભાવ
આજના કપાસના બજાર ભાવ
આજે રાજકોટમાં 11,500 મણ કપાસની આવક થઈ હતી. કપાસના ભાવ 1425 થી 1630 રૂપિયા નોંધાયો હતો. જેતપુરમાં સૌથી વધારે ભાવ નોંધાયો હતો. જે 1220 થી 1700 રૂપિયા સુધી બોલાયો હતો. જામનગરમાં 14,575 મણ કપાસની આવક થઈ હતી. ભાવ રૂપિયા 1250 થી 1640 રૂપિયા નોંધાયો હતો. બોટાદમાં કપાસની સૌથી વધુ આવક 24,995 મણ કપાસની આવક હતી. ભાવ રૂપિયા 1360 થી 1657 રૂપિયા નોંધાયો હતો.
દરરોજના કપાસના બજાર ભાવ જાણવા માટે અમારા whatsapp ગ્રુપ માં જોડાઓ
અગત્યની લિંક
લેટેસ્ટ બજાર ભાવ જાણવા માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
કપાસની બજારોના આંતરરાષ્ટ્રીય દેશના રિપોર્ટ એવું જણાવે છે કે, સેટોડીયા લોકો દ્વારા કપાસની ખરીદી કરવામાં આવે છે. નબળા નિકાસ અને વેચાણને કારણે ભાવમાં તેજી જોવા મળી હતી.
હાલ આંતરરાષ્ટ્રીય વૈશ્વિક કપાસની બજારમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. જે કેટલા દિવસ ટકે તેના માટે કોઈ પ્રબળ સંજોગો જણાતા નથી. કપાસની બજારોમાં કપાસના ભાવ ઊંચાઈ પર પહોંચ્યા બાદ ફરીથી 1500 રૂપિયાની આસપાસની સપાટી આવી જાય તેવા સંજોગો જણાય રહ્યા છે. તેમ છતાં ચૂંટણીના કારણે કપાસના ભાવ સારા મળે તેવી આશા ખેડૂતો રાખી રહ્યા છે.