કેસર કેરી : ઉનાળાની સીઝન શરૂ થતાં જ કેરીના ચાહકો માટે સારા સમાચાર આવ્યા છે. સારા સમાચાર એ છે કે, જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેરીની આવક શરૂ થઇ લીઓ. સરેરાશ કેરીની 800 થી 1,000 બોક્સની આવક થઈ છે. જૂનાગઢની કેસર કેરી દેશ વિદેશમાં ખૂબ જ પ્રખ્યાત છે.
કેસર કેરીનો કેટલો ભાવ બોલાઈ રહ્યો છે?
જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં સરેરાશ 600થી 1,000 બોક્સની આવક નોંધાઇ છે, જે કેરીના બોક્સનાં ભાવ 600થી 1800 રૂપિયા બોલાઈ રહ્યા છે. ગત વર્ષની સરખામણીમાં માર્ચ અને એપ્રિલ મહિનામાં કેરીના 2થી 5 હજાર બોક્સની આવક નોંધાઇ હતી, જે આ વર્ષે વાતાવરણમાં ફેરફારને કારણે કેરીની આવકમાં ઘટાડો નોંધાયો છે. ત્યારે ગત વર્ષે કેરીના એક બોક્સના ભાવ 250થી 500 રૂપિયા નોંધાયા હતા, જ્યારે આ વખતે કેરીના આ મહિને ભાવ 600થી 1,800 રૂપિયા સુધીના નોંધાઇ રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં કેરીની આવક વધે, તો ભાવમાં પણ વધારો-ઘટાડો થવાની શક્યતા ખરી.
આ પણ વાચો : લસણના ભાવ રેકોર્ડ બ્રેક સપાટીએ, જાણો લસણમાં કેટલી તેજી અને કેટલા ભાવ નોંઘાયા
કેસર કેરી સાથે અલગ અલગ કેરીઓની આવક પણ શરૂ
કેસર કેરી : જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેરીની આવક થતા એજન્ટો પણ ખુશ થયા હતા અને જૂનાગઢ માર્કેટ યાર્ડમાં કેસર કેરી સહિત હાફૂસ, લંગડો, તોતાપુરી સહિતની અલગ અલગ પ્રકારની કેરીઓ બજારમાં આવી છે, ત્યારે કેસર કેરી માટે લોકો આતુરતાપૂર્વક રાહ જોઈને બેઠા હતા અને કેસર કેરીની આવક ધીમે ધીમે શરૂ થવા લાગી છે. ત્યારે આગામી દિવસોમાં જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવક વધે તેવી આશા સેવવામાં આવી રહી છે. આગામી 15 થી 20 દિવસમાં કેરીની ફુલ આવક થવા લાગશે અને ફૂલ સીઝન શરૂ થઈ જશે તેવી હાલ શક્યતાઓ વેપારી વ્યક્ત કરી રહ્યા છે.
અગત્યની લિંક
લેટેસ્ટ બજાર ભાવ જાણવા માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
કેરીના બોક્સનાં ભાવ 600થી 1800 રૂપિયા બોલાઈ રહ્યા છે.