Garlic prices today : લસણમાં વેચવાલી ઓછી હોવાથી ભાવમાં મણે રૂ.૧૫થી ૨૫નો સુધારો થયો હતો. બજારમાં વેચવાલી ગુજરાતમાં સાવ ઓછી છે. મધ્યપ્રદેશમાં આજે જાહેર રજાને કારણે મંડીઓ બંધ હોવાથી આવકો નીલ જેવી જ હતી. આવતીકાલે ગુરૂવારે પણ મોટા ભાગની મંડીઓ બંધ જ રહેવાની છે.
લસણનાં વેપારીઓ કહે છેકે ગુજરાતમાં આવકો વધે તેવા સંજોગો બહુ ઓછા છે. જો બજારો બહુ વધી જાય તો ખેડૂતોની વેચવાલી આવી શકે છે, પંરતુ એ સિવાય ખાસ કોઈ મોટી વેચવાલી લાગતી નથી. ખેડૂતોએ ઊંચા ભાવ જોયા હોવાથી હાલ તેઓ ઘરમાં સ્ટોક કરી રહ્યાં છે.
આ પણ વાચો : જીરૂમાં મંદીનો દોર યથાવત, જાણો આજના તમામ બજારોના ભાવ
રાજકોટમાં લસણની 2000 કટ્ટાની આવક હતી અને ભાવ મુંડામાં રૂ.1100થી 1400, રાશબંધ મિડીયમ રૂ.1400થી 1600 અને સારા માલમાં રૂ.1700થી 2000 હતા. લાડવા ટાઈપ સારા માલમાં રૂ.2100થી 2700 હતાં.
ગોંડલમાં લસણની 3100 કટ્ટાની આવક હતી અને ભાવ મુંડામાં રૂ.1000થી 1200, મિડીયમ માલ રૂ.1300થી 1600, સારા માલ રૂ.2000થી 3200ની વચ્ચે હતાં.
આ પણ વાચો : ઘઉમાં રેકોર્ડ તોડયો, ભાવ રૂ.900ની સપાડીને પાર, જાણો આજના ઘઉના ભાવ
Garlic prices today : જામનગરમાં લસણની 1500થી 1600 કટ્ટાની આવક હતી અને ભાવ રૂ.900થી 2850 હતાં.
લસણનાં વેપારીઓ કહે છેકે રાજસ્થાનમાં લસણની 20 હજાર કટ્ટાની આવક હતી અને ભાવ નબળા માલમાં કિલોએ રૂ.4થી 5 ડાઉન હતા, જ્યારે સારા માલમાં બજારો સ્ટેબલ હતા. ભાવ રૂ.6000થી 14,000 સુધીનાં પ્રતિ ક્વિન્ટલ બોલાતાં હતાં.
આ પણ વાચો : આજે ચણામાં ભુકકા બોલાવતી તેજી, જાણો આજના તમામ બજારોના દર
લસણનાં વેપારીઓ કહે છેકે આગામ સપ્તાહે દેશાવરમાં આવકો કેવી થાય છે તેનાં ઉપર આગળની બજારનો આધાર રહેલો છે.
લસણના ભાવ (10-04-2024)
માર્કેટીંગ યાર્ડ | નિચા ભાવ | ઉચા ભાવ |
રાજકોટ | 1280 | 3100 |
ગોંડલ | 991 | 3181 |
જામનગર | 900 | 2855 |
જેતપુર | 1050 | 2496 |
વિસાવદર | 1400 | 2396 |
ભેસાણ | 1000 | 2650 |
અગત્યની લિંક
લેટેસ્ટ બજાર ભાવ જાણવા માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
રાજકોટમાં લસણની 2000 કટ્ટાની આવક હતી અને ભાવ મુંડામાં રૂ.1100થી 1400, રાશબંધ મિડીયમ રૂ.1400થી 1600 અને સારા માલમાં રૂ.1700થી 2000 હતા. લાડવા ટાઈપ સારા માલમાં રૂ.2100થી 2700 હતાં.