20, 21 અને 22 તારીખમાં હળવાથી મઘ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગનું પૂર્વાનુમાન

WhatsApp Group Join Now

rain forecast : રાજ્યમાં હાલ વરસાદે વિરામ લીધો છે. રાજ્યના ઘણા વિસ્તારોમાં તાપમાનમાં વધારો થયો છે. ત્યારે ચોમાસાના વિદાયની ચર્ચાઓ થવા લાગી છે. ત્યારે હવામાન નિષ્ણાતો દ્વારા હજુ એક વરસાદી રાઉન્ડ આવવાની આગાહીઓ કરવામાં આવી રહી છે. તારીખ 20, 21 અને 22 સપ્ટેમ્બરના રોજ પણ રાજ્યમાં મળવાથી માધ્યમ વરસાદની શક્યતા છે.

આ પણ વાચો : 24 તારીખથી વરસાદનો છેલ્લો ધમાકેદાર રાઉન્ડ શરૂ! પરેશ ગોસ્વામીની વરસાદ અને ચોમાસાનાં વિદાયની આગાહી

20 તારીખે ક્યાં ક્યાં વરસાદની શક્યતા? – rain forecast

20 તારીખ ના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હવામાન વિભાગે વરસાદનું પૂર્વાનુમાન જાહેર કર્યું છે. જેમાં રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ,  અમરેલી, ભાવનગર, વલસાડ, નવસારી, સુરત, તાપી, ડાંગ, નર્મદા અને છોટાઉદેપુરમાં છૂટાછવાયા સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે. જોકે બાકીના મોટાભાગના વિસ્તારમાં વરસાદની શક્યતા ઓછી છે.

આ પણ વાચો : પરેશ ગૌસ્વમી : સપ્ટેમ્બરના અંતમાં મેઘમહેર, જાણો પરેશ ગૌસ્વામીની આગાહી

21 તારીખે ક્યાં કયાં વિસ્તારોમાં વરસાદની શક્યતા?

21 તારીખના રોજ હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની શક્યતા દર્શાવી છે. દક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં વરસાદની શક્યતા છે. આ પાંચ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ સિવાય કોઈ જિલ્લામાં વરસાદની શક્યતા રહેલી નથી. જોકે અમુક વિસ્તારોમાં છવાયા વરસાદી ઝાપટા પડી શકે છે.

22 તારીખના રોજ ક્યાં ક્યાં વિસ્તારોમાં આગાહી? – rain forecast

22 તારીખ ના રોજ પણ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, તાપી અને ડાંગમાં વરસાદની આગાહી કરી છે. આ ચાર જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ઘણા વિસ્તારોમાં તાપમાનમાં પણ ફેરફાર જોવા મળે છે. તાપમાનમાં થોડો વધારો પણ થશે.

rain forecast

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
20 તારીખે ક્યાં ક્યાં વરસાદની શક્યતા?

20 તારીખ ના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હવામાન વિભાગે વરસાદનું પૂર્વાનુમાન જાહેર કર્યું છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment