નૈઋત્યનું ચોમાસું : ચોમાસાને લઇ ખેડૂતો માટે આનંદના સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા ચોમાસા અંગે મહત્વની માહિતી આપી છે. પરેશ ગોસ્વામી એ જણાવ્યું છે કે, નૈઋત્યનું ચોમાસું દેશની નજીક આવી રહ્યું છે. સાથે જ તેમણે ચોમાસાની એન્ટ્રીની સંભવિત તારીખો જણાવી છે.
કઇ તારીખે પધારશે ચોમાસું?
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કહ્યું કે, નૈઋત્યનું ચોમાસું નજીક આવી રહ્યું છે. દક્ષિણ ભારતની નજીકના ટાપુઓ અંદમાન નિકોબાર, શ્રીલંકા અને હિંદ મહાસાગરના ટાપુઓનું તાપમાન નૈઋત્યના ચોમાસા માટે પરિબળો સાનુકૂળ બની રહ્યા છે.
આ પણ વાચો : 16મે બાદ ચક્રવાત સર્જાશે! જાણો અંબાલાલ પટેલની ચક્રવાત વાળી આગાહી
તેમણે વધુમાં કહ્યું કે, ધીમે-ધીમે આગામી 12થી 13 દિવસમાં ભારતની નજીકના ટાપુઓ અંદમાન નિકોબાર પર ચોમાસાની એન્ટ્રી થાય તેવી શક્યતાઓ હાલ દેખાઇ રહી હોવાનું જણાવ્યું છે. કેમ કે, દક્ષિણનું હવામાન તમામ દ્રષ્ટિએ ચોમાસા માટે સાનુકૂળ બની રહ્યું છે.
14 તારીખ સુધીમાં મોન્સૂન એક્ટિવિટી
પરેશ ગોસ્વામીએ 14મી સુધી ગુજરાતન અલગ-અલગ ભાગોમાં લોકલ સિસ્ટમ બંધાય અને પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદી ઝાપટા જોવા મળે તેવી શક્યતાઓ વ્યકત કરી છે.
આ પણ વાચો : 10 થી 14 તારીખમાં આંધીવંટોળ સાથે વરસાદની આગાહી, અંબાલાલ પટેલની નવી નકોર આગાહી
9 અને 10 તારીખની આગાહી
નૈઋત્યનું ચોમાસું : પરેશ ગોસ્વામી એ જણાવ્યું કે, 9 મે દરમિયાન તાપમાનમાં સહેજ પણ ઘટાડો થવાની શક્યતા નથી. 10 તારીખથી તાપમાનમાં રાહત મળી શકે છે. તે પણ આંશિક રાહત મળશે. હાલ પવની ગતિ 13થી 15 કિમીની જોવા મળી રહી છે. આવો જ સામાન્ય પવન આગામી દિવસોમાં જોવા મળે તેવી આગાહી કરી છે. પવનની ગતિ સામાન્ય જોવામાં મળી રહી છે અને તાપમાન ઊંચું જોવા મળી રહ્યું છે.
આ પણ વાચો : ગુજરાતના આ 4 જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો કઈ તારીખે વરસાદની આગાહી?
આ દરમિયાન આગામી 2-3 દિવસો સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળી શકે છે. સામાન્ય પવન અને ઊંચા તાપમાનને લીધે ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળે અને અમુક વિસ્તારોમાં ધૂળની આંધી જોવા મળે તેવી આગાહી કરી છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
આગામી 12થી 13 દિવસમાં ભારતની નજીકના ટાપુઓ અંદમાન નિકોબાર પર ચોમાસાની એન્ટ્રી થાય તેવી શક્યતાઓ હાલ દેખાઇ રહી હોવાનું જણાવ્યું છે.