ખરેખર 2000નો ભાવ થશે? કપાસની બજારમાં સતત તેજી

WhatsApp Group Join Now

today cotton rate : કપાસમાં સતત વેચવાલી સામે લેવાલીને કારણે ઉત્પાદન થયેલ કપાસના સ્ટોકમાં ઘટાડો થયો છે. બે ઘડી કોટન સંસ્થાઓ દ્રારા આ વર્ષની સિઝનમાં રૂનો પાક સરેરાશ 300 લાખ ગાંસડી માની લઇએ તો હવે 50 લાખ ગાંસડી આસપાસનો સ્ટોક બચ્યો કહી શકાય.

હાલ ઉતાસણી નજીકમાં આવી રહી છે, ત્યારે આદિવાસી ભાગિયા વતન તરફ જવાનાં હોઇ, કપાસની જેમ અન્ય કૃષિ જણસીઓમાં વેચવાલી વધીતી જોવા મળી રહે છે, છતાં કપાસની બજાર સામાન્ય વધ-ઘટે સ્થિર થઇ ગઇ છે.

આ પણ વાચો : કપાસમાં તેજી, તમામ યાર્ડમાં ભાવ 1600ને પાર, જાણો આજના કપાસના ભાવ

રૂનાં ભાવ છેલ્લા એક-દોઢ મહિનામાં ઝડપથી ખાંડીએ રૂ.5000 થી રૂ.6000 વધી ગયા છે. કપાસમાં ખુલ્લી બજારો ટેકાથી ઊંચી થઇ ગઇ હોવાથી સીસીઆઇ દ્રારા કપાસની ખરીદી બંધ થઇ ગઇ છે. આ વર્ષે એમણે દેશમાંથી 34 લાખ ગાંસડી રૂનો કપાસ ખરીદ કર્યોં છે. હવે ખરીદી બંધ કરી રૂની બજારમાં સરકારનું સીસીઆઇએ કપાસનું વેચાણ શરૂ કરતાં ભારતમાં 2 લાખ ગાંસડી રૂનાં કપાસનું વેચાણ કર્યું છે.

આ પણ વાચો : આજે કપાસમાં રેકોર્ડ બ્રેક ભાવ, જાણો આજના કપાસના ભાવ

આ વખતે દેશમાંથી સીસીઆઇ દ્રારા કપાસ ખરીદીમાં સૌથી વધું ખરીદી આંધ્રપ્રદેશમાંથી અને સૌથી મામુલી ખરીદી ગુજરાતમાંથી કરવામાં આવી છે. હવે સીસીઆઇ પાસે 2 લાખ ગાંસડી રૂનો કપાસ વચ્યા પછી 32 લાખ ગાંસડી રૂનો કપાસ બચ્યો છે.

આ પણ વાચો : આજે ઘઉમાં રેકોર્ડ બ્રેક રૂ.775ની સપાટીએ, જાણો આજના ઘઉના બજાર ભાવ

કપાસનાં ખેડૂતો માટે વિતેલ ફેબ્રુઆરી મહિનો ભાવ સુધરવા બાબતે સારો ગયો છે અડધો માર્ચ મહિનો કપાસની બજારો વધીને સ્ટેબલ થઇ ગઇ છે. અત્યારે કપાસની બજાર સામાન્ય વધ-ઘટે થાક ખાતી હોય એવું લાગે છે. હવે, પછી કપાસ બજારને સપોર્ટ કરે એવું કોઇ નવું કારણ આવે એની રાહ જોવી પડે.

ન્યૂયોર્ક વાયદામાં તેજી

today cotton rate : ન્યુયોર્ક વાયદામાં તેજી થયા પછી બજાર ઘટી છે. ચીનનાં રૂ વાયદા પણ ઘટીને આવી રહ્યાં છે. હાલ રૂ વાયદો 95 સેન્ટની સપાટીએ છે. હાલ કોટન બજારમાં નિકાસનો વેગ જોતા લાગે છે કે, સિઝન અંત સુધીમાં 25 લાખ ગાંસડીની નિકાસ થવાની શક્યતા છે.

શું રહી કપાસની બજાર?

ગત વર્ષે કપાસ સતત ઘસાતા ઘસાતા આ સમયે પ્રતિમણ સરેરાશ રૂ.1600ની સપાટીએ બજાર પહોંચી હતી. એ બજાર ચાલું વર્ષે ઘટેલા ભાવ પછી સુધારો થઇને હાલ બજાર સરેરાશ 1600ની સપાટીએ સ્થિર જોવા મળી રહી છે. રાજકોટ યાર્ડમાં કાલે 20,000 મણ આવક સામે રૂ.1460 થી રૂ.1629, જામનગર માર્કેટ યાર્ડમાં 8368 મણની આવક સામે રૂ.1200 થી રૂ.1640નાં ભાવે અને ગોંડલ યાર્ડમાં 11,090 મણ આવક સામે રૂ.1101 થી રૂ.1606 ભાવ થયા હતા.

today cotton price

અગત્યની લિંક

લેટેસ્ટ બજાર ભાવ જાણવા માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
શું રહી કપાસની બજાર?

ગત વર્ષે કપાસ સતત ઘસાતા ઘસાતા આ સમયે પ્રતિમણ સરેરાશ રૂ.1600ની સપાટીએ બજાર પહોંચી હતી. એ બજાર ચાલું વર્ષે ઘટેલા ભાવ પછી સુધારો થઇને હાલ બજાર સરેરાશ 1600ની સપાટીએ સ્થિર જોવા મળી રહી છે. રાજકોટ યાર્ડમાં કાલે 20,000 મણ આવક સામે રૂ.1460 થી રૂ.1629, જામનગર માર્કેટ યાર્ડમાં 8368 મણની આવક સામે રૂ.1200 થી રૂ.1640નાં ભાવે અને ગોંડલ યાર્ડમાં 11,090 મણ આવક સામે રૂ.1101 થી રૂ.1606 ભાવ થયા હતા.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment