Paresh Goswami Monsoon Forecast : હાલ તો રાજ્યમાં મેઘરાજાએ વિરામ લીધો છે. સાથે જ રાજ્યના ઘણા વિસ્તારોમાં તાપમાન પણ ઊંચું નોંધાયું છે, ત્યારે ચોમાસાની વિદાયની વાતો ચર્ચાઈ રહી છે. આ દરમિયાન હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ રાજ્યમાં ચોમાસુ અને વરસાદ અંગે માહિતી આપી છે. પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે, ગુજરાતમાંથી ચોમાસું વિદાય લે તે પહેલા એક વરસાદી રાઉન્ડ આવી શકે છે. આ મહિનાના અંતમાં એક વરસાદી રાઉન્ડ આવી શકે છે. તેમના જણાવ્યા મુજબ, બંગાળની ખાડીની 2024ના ચોમાસાની છેલ્લી સિસ્ટમ સક્રિય થઈ છે તે કદાચ વધારે મજબૂત હોય શકે છે. તેથી ગુજરાતના અનેક વિસ્તારમાં નુકસાનકારક વરસાદ પણ વરસાદ પણ વરસાવી શકે છે.
પરેશ ગોસ્વામી ની લેટેસ્ટ આગાહી – Paresh Goswami Monsoon Forecast
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, હાલ તો ચોમાસાની સિઝનના પવનો યથાવત્ જોવા મળી રહ્યા છે. પવનની ગતિ 10 થી 14 કીમીની નોંધાઈ રહી છે. આવનારા દિવસોમાં આ પવનની ગતિમાં કોઈ ફેરફાર થાય તેવી શક્યતાઓ હાલ પૂરતી દેખાતી નથી. પવનની દિશામાં પણ કોઈ મોટો ફેરફાર થવાનો નથી. પશ્ચિમના પવનો જ ચાલશે અને 10 થી 14 કિમીની પવનની ગતિ જોવા મળી શકે છે.
આ પણ વાચો : પરેશ ગૌસ્વમી : સપ્ટેમ્બરના અંતમાં મેઘમહેર, જાણો પરેશ ગૌસ્વામીની આગાહી
19, 20 અને 21 તારીખમાં વરસાદની શક્યતા! – Paresh Goswami Monsoon Forecast
પરેશ ગોસ્વામી એ વધુમાં કહ્યું છે કે, ભેજ અને ઊંચા તાપમાનના લીધે 19, 20 અને 21 તારીખ દરમિયાન જે ભાગોમાં તાપમાન ખૂબ ઊંચું જાય ત્યાં છૂટાછવાયા ઝાપટાં પડી શકે છે. જોકે, તેમાં બહુ મોટા વરસાદની શક્યતા નથી. ખાસ કરીને, દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટાની તીવ્રતા જોવા મળી શકે છે. સુરત, નવસારી, બારડોલી, વાપી, બિલીમોરા, ડાંગમાં આવનારા ત્રણ દિવસ ઝાપટાંઓનું પ્રમાણ જોવા મળી શકે છે.
વરસાદનો રાઉન્ડ ક્યારે આવશે?
નૈઋત્યના ચોમાસાએ ગુજરાતમાંથી વિદાય લીધી નથી. આ ચોમાસું પૂરું થાય તે પહેલા હજુ વરસાદનો એક રાઉન્ડ આવી શકે છે. સપ્ટેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં વરસાદી રાઉન્ડની શક્યતા રહેલી છે. સપ્ટેમ્બર પૂરો થાય તે પહેલા ગુજરાતમાં એક વરસાદી રાઉન્ડ આવી શકે છે.
24-25 તારીખ આસપાસ વરસાદનો એક રાઉન્ડ આવી શકે છે. તે રાજ્યના 70% જેટલા વિસ્તારને અસર કરી શકે છે. તે પછી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ શકે છે.
ગુજરાતમાંથી ચોમાસુ વિદાઈ ક્યારે લેશે?
પરેશ ગોસ્વામી એ જણાવ્યું છે કે, 30 સપ્ટેમ્બર અથવા 1-2 ઓક્ટોબરથી ચોમાસાની વિદાયની શરૂઆત થશે. ધીમી ગતિએ વિદાય જોવા મળશે. વિદાયની પ્રોસેસ 18 થી 20 ઓક્ટોબર સુધી ચાલવાની શક્યતા છે.
અત્યારે અનુમાન એવું પણ આવી રહ્યું છે કે, બંગાળની ખાડીની 2024ના ચોમાસાની છેલ્લી સિસ્ટમ બની છે તે કદાચ વધારે મજબૂત હોય શકે છે. તેથી રાજ્યના અનેક વિસ્તારમાં નુકસાનકારક વરસાદ પણ વરસાવી શકે છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
24-25 તારીખ આસપાસ વરસાદનો એક રાઉન્ડ આવી શકે છે. તે રાજ્યના 70% જેટલા વિસ્તારને અસર કરી શકે છે. તે પછી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ શકે છે.
પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે, 30 સપ્ટેમ્બર અથવા 1-2 ઓક્ટોબરથી ચોમાસાની વિદાયની શરૂઆત થશે. ધીમી ગતિએ વિદાય જોવા મળશે. વિદાયની પ્રોસેસ 18 થી 20 ઓક્ટોબર સુધી ચાલવાની શક્યતા છે.