very heavy rain : ગુજરાતમાં ગઇકાલથી વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થયો હોવાના અહેવાલ છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 8 મે સુધી રાજ્યના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેમજ અમુક ભાગોમાં ગાજવીજ સાથે કરા પડી શકે છે.

6 તારીખે ક્યાં ક્યાં જિલ્લામાં આગાહી? – very heavy rain
6 મે 2025ના રોજ કચ્છ અને બનાસકાંઠામાં અતિભારે વરસાદની શક્યતા છે. તેમજ પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, મહેસાણા, સાબરકાંઠા, આણંદ, ભરૂચ અને નર્મદામાં ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત કચ્છ, પાટણ, બનાસકાંઠા, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, ભરૂચ, નર્મદામાં ગાજવીજ સાથે કરા પડવાની શક્યતા છે. જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વડોદરા, છોટા ઉદેપુર, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં ભારે પવન ફૂંકાવાની અને મેઘગર્જના થવાની શક્યતા છે.
આ પણ વાચો : આજે 15 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં જિલ્લામાં વરસાદની આગાહી
7 તારીખે ક્યાં ક્યાં જિલ્લામાં આગાહી?
7 મે 2025ના રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, સાબરકાંઠામાં અનેક સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદ થવાની શક્યતા છે. તેમજ રાજ્યના અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત સહિતના અન્ય જિલ્લાઓમાં ભારે મેઘગર્જનાની શક્યતા છે.
આ પણ વાચો : આગામી 4 થી 9 તારીખમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, જાણો કયા કયા જિલ્લામાં વરસાદની આગાહી
8 તારીખે ક્યાં ક્યાં જિલ્લામાં આગાહી?
8 મે 2025ના રોજ અમરેલી, ભાવનગર, આણંદ, અરવલ્લી, સાબરકાંઠા જિલ્લામાં મેઘગર્જના સાથે ભારે વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, મહેસાણા સહિતના રાજ્યના અન્ય જિલ્લાઓમાં મેઘગર્જનાની શક્યતા છે. આ ઉપરાંત 9 મેના રોજ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં મેઘ ગર્જનાની શક્યતા છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
6 મે 2025ના રોજ કચ્છ અને બનાસકાંઠામાં અતિભારે વરસાદની શક્યતા છે. તેમજ પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, મહેસાણા, સાબરકાંઠા, આણંદ, ભરૂચ અને નર્મદામાં ભારે વરસાદની શક્યતા છે.