આદ્રા નક્ષત્ર સાથે ફરીથી મુશળધાર, ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ; નદીઓમાં પૂર આવશે

WhatsApp Group Join Now

Heavy rain again : આજથી ચાર દિવસ પૂર્વે એટલે કે ગત 16 જૂન રવિવારના રોજ રાજ્યમાં ચોમાસાના વિધિવત આગમન સાથે જ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મેઘરાજા બઘડાટી બોલાવી હતી. આ સિવાય ગુજરાતના અન્ય ભાગોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા. જો કે ગઈકાલે સાંજ પછી મેઘરાજાએ એકંદરે વિરામ લીધો હોય, તેમ આજે ગુજરાતમાં છૂટાછવાયા ભાગોમાં ઝરમર-ઝરમર વરસાદ પડ્યો છે.

એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં વરસાદને લઈને મોટી આગાહી કરી છે.

આ પણ વાચો : આગામી 25 જૂન સુધી ભારેથી અતિભારે વરસાદ, અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગની આગાહી

અંબાલાલ પટેલની નક્ષત્રો પરથી આગાહી

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આગામી 22 જૂનના રોજ સૂર્ય આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરશે, તે સાથે જ ગુજરાતમાં ફરીથી વરસાદી માહોલ જામશે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ ઉપરાંત મહીસાગર, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, પંચમહાલ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના કેટલાક તાલુકાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં છૂટોછવાયો વરસાદ અને કોઈ ભાગોમાં વરસાદી ઝાપટાની શક્યતા છે.

આ પણ વાચો : અંબાલાલ પટેલની 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

24 થી 30 તારીખમાં સાર્વત્રિક ભારે વરસાદ

સૂર્ય આદ્રા નક્ષત્રમાં આવતા ભારે વરસાદનું વહન આવી રહ્યું છે. જે બાદ આગામી 24 થી 30 તારીખ દરમિયાન બંગાળના ઉપસાગરના લીધે જે વહન આવશે, તેના પરિણામે ગુજરાતમાં સાર્વત્રિક ભારે વરસાદ પડવાની સંભાવના રહેશે. ભારે વરસાદના કારણે ગુજરાતની અનેક નદીઓમાં પૂર પણ આવી શકે છે. સાબરમતી અને નર્મદા જેવી નદીઓનું જળસ્તર વધી શકે છે.

22 જૂન સુધી યલો એલર્ટ

બીજી તરફ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અરબ સાગરમાં સક્રિય થયેલ સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાત પર આવ્યું છે, જેના પરિણામે આગામી 22 જૂન સુધી દક્ષિણ ગુજરાતના તાપી, નવસારી, વલસાડ, ડાંગ, સુરત, નર્મદા, ભરૂચ અને સૌરાષ્ટ્રના ભાવનગર અને દ્વારકા જેવા જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે યેલો એલર્ટ જાહેર કરાયું છે.

Heavy rain again

અગત્યની લિંક – Ambalal Patel predict

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment