Heavy rain forecast : રાજ્યભરમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન નિષ્ણાંતો પણ સાર્વત્રિક વરસાદની આગાહી કરી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવે છે.
આજે કયા કયા જિલ્લામાં વરસાદની આગાહી
આજે 23 જૂનના રોજ અમરેલી, ભાવનગર, બોટાદ, અરવલ્લી, આણંદ, વડોદરા, ભરૂચ, મહીસાગર, દાહોદ, પંચમહાલ, નવસારી, વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, ખેડા, ગાંધીનગર, મહેસાણા, સુરેન્દ્રનગર, અમદાવાદ, સુરત, તાપી, સાબરકાંઠા, બનાસકાંઠા, છોટા ઉદેપુર, નર્મદા અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત કચ્છ, મોરબી, પાટણ સહિત અન્ય જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.
આ પણ વાચો : આજે 16 જિલ્લા સાવધાન, ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી
આવતી કાલે ક્યાં ક્યાં આગાહી?
24 જૂનના રોજ અમરેલી, નવસારી, ભાવનગર, વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતા છે. રાજકોટ, જૂનાગઢ, વડોદરા, ગીર સોમનાથ, ભરૂચ, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા રહેલી છે. જામનગર, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, અરવલ્લી, ખેડા, આણંદ, બનાસકાંઠા, કચ્છ સહિત અન્ય જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.

અગત્યની લિંક – Heavy rain forecast
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |