Heavy rain alert : ગુજરાતમાં આજે હવામાન વિભાગ દ્વારા ઘણા જિલ્લાઓમાં અતિભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર આજે 23 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજે 25 તારીખે ભારેથી અતિભારે આગાહી
આજે 25 જૂનના રોજ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાબરકાંઠા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ભરૂચ, સુરત, અરવલ્લી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદની આઘી છે. તેમજ ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, નર્મદા, તાપી, છોટા ઉદેપુર, ડાંગ, જુનાગઢ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, અમરેલી અને ભાવનગર અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા રહેલી છે.
આ પણ વાચો : 25, 26 અને 27 જૂનમાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી
આવતી કાલે ક્યાં ક્યાં વરસાદનું એલર્ટ
આવતી કાલે 26 જૂનના રોજ બનાસકાંઠા અને સાબરકાંઠામાં છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદ આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ પાટણ, મહેસાણા, રાજકોટ, ગાંધીનગર, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલી અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા રહેલી છે.

અગત્યની લિંક – Heavy rain alert
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |