weather forecast : હવામાન વિભાગે ગુજરાતમાં 10 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર, આજે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, નવસારી, વલસાડ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે. જ્યારે રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર સહિતના જિલ્લાઓમાં ભારેથી મધ્યમ વરસાદની શક્યતા છે. ત્યારે 5, 6 અને 7 જુલાઈમાં ભારે વરસાદની આગાહી કરી છે.

5 જુલાઈના રોજ કયા જિલ્લામાં કેવો પડશે વરસાદ?
5 જુલાઈના રોજ સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. જ્યારે બનાસકાંઠા, મહેસાણા, મહીસાગર, સુરત, તાપી, દાહોદ, પંચમહાલ, ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત સુરેનદ્રનગર, રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, મોરબી, જૂનાગઢ, વડોદરા, આણંદ, ખેડા સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદની આગાહી છે.
આ પણ વાચો : 5થી 10 જુલાઈમાં રીતસરનું આભ ફાટશે!! ક્યાં-ક્યાં પડશે ભારે વરસાદ? પરેશ ગોસ્વામીની આગાહી
6 જુલાઈના રોજ કયા જિલ્લામાં કેવો પડશે વરસાદ?
6 જુલાઈના રોજ નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે અમરેલી, ભાવનગર, ભરૂચ, છોટા ઉદેપુર, તાપી, સુરત, નર્મદા, દાહોદ, ડાંગ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, જામનગર, ખેડા, વડોદરા, મહેસાણા, બનાસકાંઠા, કચ્છ, જૂનાગઢ સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
7 જુલાઈના રોજ કયા જિલ્લામાં કેવો પડશે વરસાદ?
7 જુલાઈના રોજ નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે અમરેલી, ભાવનગર, નર્મદા, તાપી, દાહોદ, છોટા ઉદેપુર અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, ખેડા, વડોદરા, રાજકોટ, જામનગર, કચ્છ, જૂનાગઢ સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.

અગત્યની લિંક – weather forecast
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |