નમસ્કાર ખેડૂત મિત્રો આજે વરસાદના નક્ષત્ર 2026 વિશે વાત કરીશું. ચોમાસા દરમિયાન કયુ નક્ષત્ર ક્યારે બેસે છે? કયો વાર રહેશે અને તેનું વાહન કયું રહેશે? તેની સંપૂર્ણ માહિતી આપણે આજની આ આર્ટિકલ ની અંદર જાણીશું.
મૃગશીર્ષ નક્ષત્ર 2026
મૃગશીર્ષ નક્ષત્ર 2026 : સૂર્યનારાયણનો મૃગશીર્ષ નક્ષત્ર માં પ્રવેશ તારીખ 8/6/2026 ના રોજ સોમવારે થશે. મૃગશીર્ષ નક્ષત્રનું વાહન દેડકાનું છે. વાહન દેડકાનું હોવાથી આ નક્ષત્રમાં ગરમીનું પ્રમાણ વધુ જણાશે. સાથે સાથે આ નક્ષત્ર દરમિયાન છુટા છવાયા વિસ્તારમાં વરસાદી હવામાન જોવા મળશે.
આ પણ વાચો : વરસાદની 5-5 સિસ્ટમ તાંડવ મચાવશે? મુંબઈમાં ભુક્કા બોલવતી સિસ્ટમ પણ આવશે!
આદ્રા નક્ષત્ર 2026
આદ્રા નક્ષત્ર 2026 : સૂર્યનારાયણનો આદ્રા નક્ષત્ર 22/6/2026 ના રોજ સોમવારે થશે. આ નક્ષત્ર નું વાહન ગધેડાનું છે. આ નક્ષત્ર દરમિયાન ગુજરાત રાજ્યમાં વરસાદી વાતાવરણ જોવા મળશે. જે ખાસ કરીને દિવસ દરમિયાન હોઈ શકે છે.
પુનર્વસુ નક્ષત્ર 2026
પુનર્વસુ નક્ષત્ર 2026 : સૂર્યનારાયણનો પુનર્વસુ નક્ષત્રમાં પ્રવેશ તારીખ 6/7/2026 ના રોજ થશે. વાર સોમવાર છે. આ નક્ષત્રનો વાહન ઘોડાનું છે. પુનર્વસુ નક્ષત્ર સંજોગ્યું આ વર્ષે જોવા મળી રહ્યું છે. તેથી ગુજરાત ભરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની સંભાવના જોવા મળશે.
પુષ્ય નક્ષત્ર 2026
પુષ્ય નક્ષત્ર 2026 : સૂર્યનારાયણ નો પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ તારીખ 20/7/2026 ના રોજ સોમવારે થશે. પુષ્ય નક્ષત્રનું વાહન ગજનું છે. તેથી રાજ્યમાં ઘણી જગ્યાએ સારા વરસાદની શક્યતા ઊભી થાય છે.
આશ્લેષા નક્ષત્ર 2026
આશ્લેષા નક્ષત્ર 2026 : સૂર્યનારાયણનું આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ તારીખ 3/8/2026 ના રોજ સોમવારે થશે. આશ્લેષા નક્ષત્રનું વાહન હાથીનું છે. તેથી આ નક્ષત્ર દરમિયાન રાજ્યમાં ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા રહેશે.
મઘા નક્ષત્ર 2026
મઘા નક્ષત્ર 2026 : સૂર્યનારાયણનું મઘા નક્ષત્રમાં મંગલમ પ્રવેશ તારીખ 17/8/2026 ના રોજ સોમવારે થશે. મઘા નક્ષત્ર દરમિયાન વાહન મોરનું છે. તેથી ગુજરાતના ઘણા વિસ્તારમાં પવન સાથે સારા વરસાદના સંજોગો જોવા મળશે.
પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર 2026
પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર 2026 : સૂર્યનારાયણનો પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ 30/8/2026 ના રોજ રવિવારે થશે. નક્ષત્રનું વાહન ગદર્ભ નું છે. તેથી ઘણા વિસ્તારોમાં અતિવૃષ્ટિની સંભાવના આ વર્ષે જોવા મળી રહેશે.
ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર 2026
ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર 2026 : સૂર્યનારાયણનો ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ તારીખ 13/9/2026 ના રોજ રવિવારે થશે. નક્ષત્રનું વાહન દેડકાનું છે. તેથી આ નક્ષત્રમાં છુટાછવાયા વરસાદની સંભાવના રહેશે.
હસ્ત નક્ષત્ર 2026
હસ્ત નક્ષત્ર 2026 : સૂર્યનારાયણનો હાથીઓ નક્ષત્ર 2026 માં પ્રવેશ તારીખ 27/9/2026 ના રોજ રવિવારે થશે. હાથી નક્ષત્ર નું વાહન ઉંદરનું છે. આ નક્ષત્ર સંજોગ્યું હોવાથી આ વર્ષે હાથિયા નક્ષત્રમાં સારા વરસાદની સંભાવના છે અને સાથે પાણીની સમસ્યા પણ દૂર થશે.
ચિત્રા નક્ષત્ર 2026
ચિત્રા નક્ષત્ર 2026 : સૂર્યનારાયણનો ચિત્રા નક્ષત્રમાં શુભ પ્રવેશ તારીખ 10/10/2026 ના રોજ શનિવારે થશે. નક્ષત્રનું વાહન હાથીનું છે. તેથી આ નક્ષત્રના દિવસો દરમિયાન સારા વરસાદની સંભાવના રહેશે.
સ્વાતિ નક્ષત્ર 2026
સ્વાતિ નક્ષત્ર 2026 : સૂર્યનારાયણનું સ્વાતિ નક્ષત્રમાં પ્રવેશ તારીખ 24/10/2026 ના રોજ શનિવારે થશે. નક્ષત્રનો વાહન દેડકાનું છે. આ નક્ષત્ર સંજોગીઓ જોવા મળી રહ્યો છે. તેથી ઘણી જગ્યાએ ભારે માવઠાની સંભાવના ઊભી થશે અને ચોમાસુ આ નક્ષત્ર દરમિયાન વિદાય લેતું જણાશે.

અગત્યની લિંક
| હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
| હોમ પેજ | અહિં કલીક કરો |
| વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
| દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
| Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
નક્ષત્ર 2026ની યાદી તમને khedutsamachar.in પર મળી રહેશે.








