Rain forecast : ગુજરાતમાં કાળઝાળ ગરમીની વચ્ચે કેટલાક ભાગોમાં મેઘાવી માહોલ રહેવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. નૈઋત્યનું ચોમાસું ધીમે-ધીમે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે હાલ પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં પહોંચી ગયું છે અને આગામી દિવસોમાં ગુજરાતના દક્ષિણ ભાગમાં ચોમાસું દસ્તક દે તેવી શક્યતાઓ છે.

9 અને 10 જૂન આ જિલ્લાઓમાં વરસાદની શક્યતા
હવામાન વિભાગ અનુસાર, 9 અને 10 તારીખ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, તાપી, ડાંગ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી.
આ પણ વાચો : વરસાદના નક્ષત્ર 2026 : કયું નક્ષત્ર ક્યારે બેસે? કયું વાહન છે? કેટલા વરસાદના સંજોગો રહેશે?
11 જૂનના રોજ ક્યા પડી શકે છે વરસાદ Rain forecast
11 જૂન 2026ના રોજ છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.
12 જૂનના રોજ કયા જિલ્લાઓમાં વરસાદની શક્યતા
12 જૂન 2026ના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, વડોદરા, પંચમહાલ, મહીસાગર, દાહોદ, સુરત, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
આ પણ વાચો : મૃગશીર્ષ નક્ષત્ર 2026 : મૃગશીર્ષ નક્ષત્ર ક્યારે બેસે? કયું વાહન છે? કેટલો વરસાદ પડશે?
13 અને 14 જૂનના રોજ ક્યાં થઇ શકે છે વરસાદ
13 અને 14 જૂન 2026ના રોજ પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

અગત્યની લિંક – Rain forecast
| હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
| હોમ પેજ | અહિં કલીક કરો |
| વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
| દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
| Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |









