પરેશ ગોસ્વામીની આગાહીઃ ભારે મેઘ તાંડવ, હવે મેઘો અસ્સલ મૂડમાં આવશે

WhatsApp Group Join Now

Paresh Goswami forecast : જૂન મહિનાના અંત અને જુલાઈની શરૂઆતમાં ધોધમાર વરસાદના રાઉન્ડ બાદ મેઘરાજા આરામ ફરમાવી રહ્યા હતા, પરંતુ અષાઢી બીજથી આળસ ખંખેરીને ધીમે-ધીમે ગુજરાત પર પોતાનું હેત વરસાવી રહ્યા છે. જુલાઈ મહિનાની વિદાયના માંડ દસેક દિવસ બાકી છે, ત્યારે હજુ પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના આંગળીના વેઢે ગણી શકાય તેવા જિલ્લાઓને બાદ કરતાં વરસાદની ભારે અછત વર્તાઈ રહી છે.

ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છના પણ અનેક ભાગો હજુ પણ કોરાધાકોર રહેતા ખાસ કરીને ખેડૂતોના ચહેરા પર ચિંતાની લકીર છવાઈ ગઈ છે. જો કે હવે તેમણે નિરાશ થવાની જરૂર નથી, કારણ કે જાણીતા હવામાન નિષ્ણાંતે મોટી રાહતરૂપ સમાચાર આપ્યા છે.

પરેશ ગોસ્વામીની મોટી આગાહી – Paresh Goswami forecast

આ અંગે વિગતો આપતાં પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, અત્યારે પણ ગુજરાતના છૂટાછવાયા ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા વરસી રહ્યા છે. એવામાં આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદી માહોલ જામે તેવી પુરેપુરી શક્યતા છે. કુદરતી પરિબળો વરસાદ માટે સાનુકુળ બની રહ્યા હોવાથી જે વિસ્તારોમાં હજુ સુધી વાવણી લાયક વરસાદ નથી વરસ્યો, ત્યાંના ખેડૂતોની ચિંતાનો પણ હવે અંત આવશે.

આ પણ વાચો : વરસાદના નક્ષત્ર 2026 : કયું નક્ષત્ર ક્યારે બેસે? કયું વાહન છે? કેટલા વરસાદના સંજોગો રહેશે?

મોટી વરસાદી સિસ્ટમ: ગુજરાતમાં ભારે વરસાદ

છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં પવનની ગતિમાં ઘટાડો નોંધાયો છે. અત્યારે રાજ્યના 80 થી 90 ટકા ભાગોમાં પવનની ઝડપ ઘટીને 18 થી 20 કિમી પ્રતિકલાક પર પહોંચી ગઈ છે. આ સાથે જ મહત્તમ તાપમાન પણ 26 થી 29 ડિગ્રીની રેન્જમાં આવી ગયું છે.

આમ પવનની ગતિ ધીમી પડવી અને તાપમાનમાં ઘટાડો થવો એ આવનારી મોટી વરસાદી સિસ્ટમના સંકેત ગણી શકાય. આ સિવાય આઉટગોઈંગ લોન્ગ વેવ રેડિયેશન (OLR) પણ ડાઉન થયું છે, જે વાદળછાયા વાતાવરણ અને વરસાદ માટે પોઝિટિવ પરિબળ ગણાય છે.

25 થી 31 જુલાઈમાં ગુજરાતને ઘમરોળશે

વધુમાં હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, આગામી 25 જુલાઈ સુધી ગુજરાતના અલગ-અલગ ભાગોમાં વરસાદી ઝાપટા યથાવત રહેશે. તેમજ 23 જુલાઈના રોજ ઉત્તર ભારતથી ગુજરાત અને અરબ સાગર સુધી એક ટ્રફ રેખા બનવાની શક્યતા હોવાથી, તે દિવસે ઘણાં ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. Paresh Goswami forecast

જે બાદ 25 થી 31 જુલાઈ સુધીનું સપ્તાહ ગુજરાત માટે સૌથી મહત્ત્વનો સાબિત થશે. હકીકતમાં આ સમયગાળા દરમિયાન બંગાળની ખાડી અને અરબ સાગર બન્ને એકસાથે સક્રિય થવાથી ગુજરાતમાં સાર્વત્રિક ધોધમાર વરસાદની શક્યતા છે. અરબ સાગરમાં મોન્સૂન ઑફ સોર ટ્રફ પોઝિટિવ ફેઝમાં હોવાથી આ સિસ્ટમ વધારે મજબૂત બની રહી છે. જેના પરિણામે જુલાઈના અંતિમ સપ્તાહમાં જે વિસ્તારો હજુ સુધી વરસાદથી વંચિત છે, તેવા કચ્છ, દ્વારકા, જામનગર, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર, મધ્ય-દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદની શક્યતા રહેલી છે.

Paresh Goswami forecast

અગત્યની લિંક – Paresh Goswami forecast

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment