48 કલાકમાં વરસાદનું જોર વધશે, આ જિલ્લાઓમાં ભુક્કા બોલાવી દેશે વરસાદ! અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી

WhatsApp Group Join Now

Ambalal Patel predict : ગુજરાતમાં ચોમાસું મોડું આવ્યા બાદ મેઘરાજાએ તોફાની બેટિંગ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ સર્જી હતી. જે બાદ વરસાદે એકંદરે વિરામ લઈ લીધો હતો. જો કે અષાઢ મહિનાની શરૂઆતથી મેઘરાજા આળસ ખંખેરીને બેઠા થતાં ધીમે-ધીમે ચોમાસું જોર પકડી રહ્યું છે.

આ પણ વાચો : પરેશ ગોસ્વામીની આગાહીઃ ભારે મેઘ તાંડવ, હવે મેઘો અસ્સલ મૂડમાં આવશે

છેલ્લા ચારેક દિવસથી દક્ષિણ ગુજરાતમાં મેઘો મૂશળધાર વરસી રહ્યો છે, પરંતુ રાજ્યના અન્ય ભાગોમાં હજુ પણ વરસાદની ઘટ વર્તાઈ રહી છે.

જેના પગલે ખેડૂતો વાવણીલાયક વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે. એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ખેડૂતો માટે રાહતરૂપ આગાહી કરી છે.

24 જુલાઈથી મેઘો ઉત્તર-મધ્ય ગુજરાત અને કચ્છને ઘમરોળશે

આ અંગે વિગતો આપતા અંબાલાલ પટેલે જણાવ્યું કે, આગામી 48 કલાકમાં ગુજરાતના અલગ-અલગ ભાગોમાં વરસાદ પડી શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાગો તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી હળવા વરસાદી ઝાપટા વરસી શકે છે.
આ ઉપરાંત બંગાળના ઉપસાગરનું વહન ગુજરાત તરફ આવી રહ્યુ છે. આ મજબૂત સિસ્ટમના કારણે 24 થી 27 જુલાઈના સમયગાળા દરમિયાન અત્યારથી વરસાદથી વંચિત રહેલા ગુજરાતના ભાગો પર મેઘરાજાનું હેત વરસશે. અમદાવાદ અને ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ પડી શકે છે.

ક્યાં ક્યાં જિલ્લામાં ભારે શક્યતા?

જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા તેમજ મધ્ય ગુજરાતના દાહોદ, પંચમહાલ, ગોધરા અને મહીસાગર ઉપરાંત કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે. આ જિલ્લાઓના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. Ambalal Patel predict

આ પણ વાચો : પરેશ ગોસ્વામીની આગાહીઃ ભારે મેઘ તાંડવ, હવે મેઘો અસ્સલ મૂડમાં આવશે

પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદની ઘટને લઈને હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, હાલ ઉત્તર અરબ સાગર વધારે સક્રિય ના થતો હોવાથી પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વ્યવસ્થિત વરસાદ નથી પડી રહ્યો.

30 જુલાઈથી 2 ઓગસ્ટમાં ફરી નવી સિસ્ટમ

જો કે આગામી 30 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે. જેનો માર્ગ દક્ષિણ વર્તી રહેશે. જેના પગલે મહારાષ્ટ્રની સરહદને અડીને આવેલા ગુજરાતના ભાગો તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ પડવાની શક્યતા રહેશે.

Ambalal Patel predict

અગત્યની લિંક – Ambalal Patel predict

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment