વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલની ભયંકર આગાહી ! આ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડશે

Ambalal storm prediction : ગુજરાત સહિત પશ્ચિમ ભારતમાં આકરા ગરમીથી લોકો પરેશાન થઈ રહ્યા છે. બીજી તરફ હિમવર્ષાને કારણે ઉત્તર ભારતમાં ઘણા વિસ્તારોમાં ઠંડક પ્રસરી છે. જમ્મુ કાશ્મીર અને ઉત્તરાખંડના ઘણા વિસ્તારોમાં હિમવર્ષાથી થઇ છે. ગુજરાતને અડીને આવેલા મધ્યપ્રદેશ ઉપર સિસ્ટમ સક્રિય થતાં હાલ ગરમીમાંથી રાહત મળી છે.

Paresh Goswami

અંબાલાલ પટેલની નવી આગાહી

આજે ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. મધ્ય-દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડું આવવાની શક્યતા છે. પંચમહાલ, મહિસાગર, દાહોદ, છોટાઉદેપુરમાં વરસાદની શક્યતા છે. તો સુરત, તાપીમાં છાંટા પડી શકે છે.

આ પણ વાચો : 24 કલાક ગુજરાતના 7 જિલ્લામાં વરસાદની આગાહી

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 29 એપ્રિલના રોજ મધ્ય ગુજરાતનું તાપમાન 42 થી 43 ડિગ્રી રહેવાની આગાહી કરી છે. તો ઉત્તર ગુજરાતમાં 41 ડિગ્રી, તો ઇડર, અમરેલી, જૂનાગઢમાં ગરમી વધુ રહેવાની શક્યતા છે. 29 એપ્રિલથી ગુજરાતમાં ફરી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. 29 એપ્રિલથી ગુજરાતના કેટલાક ભાગોમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી સ્વરૂપે વાદળછાયું અને હળવો વરસાદ રહેવાની શક્યતા છે.

આ પણ વાચો : 16 જિલ્લામાં વરસાદની આગાહી, જાણો કયા કયા જિલ્લામાં અંબાલાલ પટેલે કરી આગાહી

4 થી 6 તારીખની આગાહી

Ambalal storm prediction : અંબાલાલ પટેલે કહ્યું કે, મે મહિનાની શરૂઆતમાં પણ પ્રિમોન્સુન એક્ટિવિટી થવાની શક્યતા છે. 4 થી 6 મેથી ગુજરાતમાં ફરી ગરમી પડવાની શક્યતા છે. 10 થી 14 મે દરમિયાન ભારે વાવાઝોડા સાથે પ્રિમોન્સૂન પ્રવૃત્તિ ચાલુ રહેવાની શક્યતા છે. તે પછી, 20 મેથી ફરીથી ગરમી વધવાની શક્યતા છે. ત્યારબાદ 24 અને 25 મે સુધી ફરીથી પ્રિમોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા છે. જેમાં 24 મેથી 4 જૂન દરમિયાન વાવાઝોડા સાથે વરસાદ પડવાની શક્યતા છે.

આ પણ વાચો : 24 કલાક ભારે વરસાદ! ગુજરાતમાં કયાં કયાં જિલ્લાઓમાં વરસાદની આગાહી

વાવાઝોડાની શક્યતા છે?

7 જૂનથી સાગરમાં પવન બદલાતા ફરી વરસાદ થવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે. 8 થી 14 જૂન દરમિયાન વાવાઝોડા સાથે વરસાદની શક્યતા છે. 17 જૂન પછી ભારે વાવાઝોડા સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેઠ વદમાં શ્રાવણ પંથકમાં વરસાદ પડે તો સારો વરસાદ થવાની શક્યતા હોય છે. આ પછી ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરતું હોય છે.

Ambalal storm prediction

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
વાવાઝોડાની શક્યતા છે?

17 જૂન પછી ભારે વાવાઝોડા સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment