અંબાલાલ પટેલની બે વાવાઝોડાની આગાહી, બન્ને આફતની તારીખો આપી!

WhatsApp Group Join Now

Ambalal Patel prediction : ચોમાસાના આગમની તારીખ જાહેર થતાં ખેડૂતો ખેતરમાં કામગીરી અને વાવણીની તૈયારી કરવામાં લાગી જતાં હોય છે. જોકે, ચોમાસાના નિયમિત વરસાદના આગમન પહેલા વાવાઝોડું સક્રિય થવાના સંજોગો ઊભા થતા હોય છે. જેના કારણે ચોમાસાની પેટર્ન ખોરવાઈ જતી હોય છે. પરંતુ ચાલુ વર્ષે પણ ચોમાસાના આગામન પહેલા બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં વાવાઝોડું સક્રિય થવાનું હવામાન નિષ્ણાતો જણાવી રહ્યા છે.

Paresh Goswami

બે વાવાઝોડા સક્રિય થશે!

વાવાઝોડું આવશે તેમ છતાં પણ ચાલુ વર્ષનું ચોમાસું સારું રહેવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જો કે અરબી સમુદ્રમાં અને બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થાય તો તેની અસર ગુજરાતના વાતાવરણ પર થતી હોય છે. ત્યારે ચોમાસાના આગમન પહેલા 2 વાવાઝોડા સક્રિય થશે તેવું અંબાલાલ પટેલનું અનુમાન છે.

આ પણ વાચો : 25 તારીખથી ફરી વરસાદની આગાહી! વાવાઝોડા-ચોમસા અંગે પરેશ ગોસ્વામીની આગાહી

અંબાલાલ પટેલની મોટી આગાહી – Ambalal Patel prediction

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 24 મે સુધીમાં અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી જવાની શક્યતા અને ચોમાસાની ગતિવિધિના કારણે બંગાળની ખાડીમાં વાવાઝોડું સક્રિય થઈ શકે છે. 26 મે સુધીમાં વાવાઝોડું વધુ મજબુત બની શકે અને તબાહી માચાવે તેવું બનવાની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યકત કરાઇ છે.

આ પણ વાચો : 15 દિવસોમાં 2 વાવાઝોડા ત્રાટકશે? જાણો વાવઝોડાની તારીખો..

દક્ષિણ પૂર્વિય તટ પર પ્રતિ કલાકે 120 કિલોમીટર ઝડપે પવન ફુંકાવાની પણ શક્યતા વ્યક્ત કરી છે. દક્ષિણ પૂર્વ તટથી બંગાળના ભાગ સુધી અસર જોવા મળી શકે છે. વાવાઝોડાની અસર ભારે જોવા મળશે. આ સ્થિતિના કારણે બંગાળના ઉપસાગરનો ભેજ અને અરબ સાગરનો ભેજ મર્જ થઈ જશે. જેના કારણે પ્રી મોનસુન એક્ટિવિટી ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે.

જૂનની શરુઆતમાં વાવાઝોડું સક્રિય થશે

Ambalal Patel prediction : બીજી તરફ, અરબી સમુદ્રમાં મે મહિનાના અંત અને જૂન મહિનાની શરુઆતમાં વાવાઝોડું સક્રિય થવાનું અનુમાન જાહેર કરાયું છે. 8 જૂન આસપાસ દરિયામાં પવન બદલાતા હોય છે. જેમાં કરંટ જોવા મળી શકે છે. અરબ સાગર અને બંગાળની ખાડીનો ભેજ મર્જ થઈ જશે. જેના કારણે ચોમાસાા નિયમિત વરસાદ પહેલા પ્રી મોનસુન એક્ટિવિટીના કારણે વરસાદ થશે.

આ પણ વાચો : કિશોરભાઈ ભાડજા : મેઘરાજાની તોફાની બેટિંગ, વાવણી ની તારીખ, સાર્વત્રિક વરસાદની આગાહી

26 થી 30 મેના આધી વંટોળ સાથે વરસાદ

ગુજરાત 26 થી 30 મે દરમિયાન આધી વંટોળ સાથે વરસાદ થવાની શક્યતા છે. ત્યાર બાદ 4 જુન સુધી વરસાદ ચાલુ રહેવાની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં વાવાઝોડા બને તેમ છતાં પણ ગુજરાતમાં ચોમાસું સમય કરતાં વહેલું બેસી જવાનું અનુમાન અંબાલાલ પટેલે વ્યકત કર્યું છે. 7થી 14 જુન સુધીમાં ચોમાસાનું આગમન થઇ જવાની આગાહી કરવામાં આવી છે.

Ambalal Patel prediction

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
જૂનની શરુઆતમાં વાવાઝોડું સક્રિય થશે

અરબી સમુદ્રમાં મે મહિનાના અંત અને જૂન મહિનાની શરુઆતમાં વાવાઝોડું સક્રિય થવાનું અનુમાન જાહેર કરાયું છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment