મે મહિનો ભારે, અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની નવી આગાહી

WhatsApp Group Join Now

Forecast : હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરતાં જણાવ્યું હતું આ વખતે ગરમી 10 વર્ષનો રેકોર્ડ તોડી શકે છે. જોકે, ગરમી તેના રેકોર્ડ તોડે તે પહેલા જ એકાએક ગુજરાતનું વાતાવરણ પલટાતું જોવા મળી રહ્યું છે. કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદ પડી રહ્યો છે. ગુજરાતમાં પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લાં દિવસમાં ત્રણ ડિગ્રી ઘટી ગુજરાતનું સરેરાશ તાપમાન 38 ડિગ્રી નોંધાય રહ્યું છે. સૌથી વધુ 39.4 ડિગ્રી તાપમાન અમરેલીમાં નોંધવામાં આવ્યું હતું.

Paresh Goswami

આગામી 2 દિવસ બાદ તાપમાનમાં ક્રમશ વધારો થવાની શક્યતા રહેલી છે. જોકે, બીજી તરફ અરબ સાગર ગરમ થવાને લઇ અરબ સાગરનો ભેજ ભર ઉનાળામાં પશ્ચિમ ભારતના વિસ્તારોમાં કમોસમી વરસાદ અને ચક્રવાતો લઇને આવે તેવી શક્યતા છે. ત્યારે મે માસમાં ફરી આંધી વંટોળ સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.

આ પણ વાચો : ગુજરાતમાં ચોમાસું એન્ટ્રી કરતાની સાથે મેઘ તાંડવ! અંબાલાલ પટેલની નવી નકોર આગાહી

ગુજરાતમાં અંબાલાલ પટેલની આગાહી

ગુજરાતમાં 24 થી 27 તારીખ સુધી ગરમી વધશે ત્યાર બાદ 4મે સુધી ગરમી ઓછી રહેવાની આગાહી વ્યકત કરાઇ છે. જે બાદ 4 મે બાદ ફરી ગરમીમાં વધારો જોવા થવાની શક્યતા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી જોવા મળી રહી છે. તેવામાં 24 થી 27 એપ્રિલ વચ્ચે ગરમી વધવાની આગાહી કરવામાં આવી છે.

તો બીજી બાજુ ગુજરાતમાં મે મહિનામાં ફરી કમોસમી વરસાદની પણ આગાહી વ્યકત કરાઇ છે.

આ પણ વાચો : વાવઝોડાનું એલર્ટ : 20 થી 24 તારીખમાં વાવાઝોડા, વીજળી અને તોફાની પવન સાથે વરસાદની આગાહી

અંબાલાલ પટેલની આગાહી (Forecast) મુજબ 10થી 14 મે વચ્ચે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદ થવાની શક્યતા છે. 10થી 14 મે વચ્ચે હવામાનમાં પલટા બાદ ફરી 20 મે બાદ ગરમીમાં વધારો થવાની શક્યતા છે.

આ પણ વાચો : આગામી 7 દિવસ ગુજરાતમાં હવામાન કેવું રહેશે? ફરી વરસાદ થશે?

હજુ એક અઠવાડિયુ ગરમીનો પ્રકોપ રહેશે

Forecast : હવામાન વિભાગની આગાહી મુજબ, હાલ એક અઠવાડિયુ ગરમીથી રાહત મળવાના કોઈ સંકેત દેખાતા નથી. સ્કાયમેટ વેધરના જણાવ્યા મુજબ, તાપમાનનો પારો 1 થી 2 ડિગ્રી ઘટવાની શક્યતા છે. ભારતમાં હીટવેવ કે અત્યંત તીવ્ર ગરમી મે મહિનામાં જોવા મળતો હોય છે. હવે તો માર્ચ મહિનાના અંતથી હીટવેવની સ્થિતિ શરૂ થવા લાગી છે. સાયક્લોનિક સરક્યુલેશનના કારણે રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં થોડા વાદળો છવાઈ શકે છે. પરંતું તેનાથી તાપમાનમાં કોઈ ઘટાડો આવવાની શક્યતા નથી.

Forecast

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
ગુજરાતમાં અંબાલાલ પટેલની આગાહી

ગુજરાતમાં મે મહિનામાં ફરી કમોસમી વરસાદની પણ આગાહી વ્યકત કરાઇ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment