heavy rain forecast : રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. સાથે જ વરસાદને લીધે નદી-નાળાઓની સપાટીમાં વધારો થયો છે. આવામાં હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે. જેમાં આગામી 24 કલાક દરમિયાન ગુજરાતમાં વરસાદની સ્થિતિ કેવી રહેશે તે અંગે આગાહી કરી છે. આ દરમિયાન રાજ્યના પાંચ જિલ્લાઓમાં અતિભારે વરસાદની શક્યતા છે. સાથે જ બે દિવસ ગુજરાતમાં થંડરસ્ટ્રોમની વોર્નિંગ આપવામાં આવી છે.
આ પણ વાચો : હજી તરબોળ કરે તેવો વરસાદ બાકી છે! જાણો અંબાલાલ પટેલની નવી આગાહી
આગામી 24 કલાક ભારે આગાહી! – heavy rain forecast
હવામાન વિભાગે જણાવ્યું કે, આગામી 24 કલાક દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેલી છે. જ્યારે બીજા દિવસથી ભારે વરસાદમાં ઘટાડો જોવા મળી શકે છે. જ્યારે ત્રીજા દિવસથી વરસાદ ખૂબ જ ઓછો થઈ જશે.
આ સાથે જ જુનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, ખેડા, છોટાઉદેપુર, અમદાવાદ, વડોદરા, ભરૂચ, મહીસાગર, અરવલ્લી, દાહોદ, નવસારી, વલસાડ, ડાંગમાં ભારે વરસાદની શક્યતા છે.
આ પણ વાચો : આગામી 48 કલાક ગુજરાત માટે અતિભારે, 6 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ અપાયું!
હાલ રાજ્યમાં પડી રહેલા વરસાદ અંગે હવામાન વિભાગે જણાવ્યું કે, હાલ ટ્રફ લાઇનના કારણે વરસાદ પડી રહ્યો છે. આ ટ્રફ લાઇન ઉત્તર-પૂર્વ અરબ સાગર સુધી લંબાયેલી છે.
આગામી 2 દિવસ રહેશે વરસાદ – heavy rain forecast
તેમણે જણાવ્યું કે, સાથે જ આગામી બે દિવસ દરમિયાન ગુજરાતમાં થંડરસ્ટ્રોમ વોર્નિંગ છે. સાથે જ સાઉથ ગુજરાતના દરિયાકિનારે આગામી 24 કલાક માટે માછીમારો માટે વોર્નિંગ આપવામાં આવી છે.
આ પણ વાચો : Gujarat Weather Forecast: બપોરના 1 વાગ્યા સુધીની આગાહી, અમદાવાદમાં ભારે વરસાદ, 13 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ
વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. અમદાવાદમાં ચારથી પાંચ ડિગ્રી તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. સાથે જ આજે અમદાવાદ-ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
હવામાન વિભાગે જણાવ્યું કે, આગામી 24 કલાક દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેલી છે. જ્યારે બીજા દિવસથી ભારે વરસાદમાં ઘટાડો જોવા મળી શકે છે. જ્યારે ત્રીજા દિવસથી વરસાદ ખૂબ જ ઓછો થઈ જશે.