બંગાળની ખાડીમાં ઊભા થઈ રહેલા ચક્રવાતની ગુજરાત પર કોઈ અસર? હવામાન વિભાગ અને નિશાંતોની સ્પષ્ટતા – How will the weather of Gujarat state be

WhatsApp Group Join Now

બંગાળની ખાડીમાં ઊભા થઈ રહેલા ચક્રવાતની ગુજરાત પર કોઈ અસર? હવામાન વિભાગ અને નિશાંતોની સ્પષ્ટતા – How will the weather of Gujarat state be

ગુજરાત હવામાન વિભાગ દ્વારા રાજ્યને કમોસમી વરસાદથી મુક્તિ મળવાની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગે આજે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આની સાથે બંગાળની ખાડીમાં સર્જાવા ચહે રહેલા વાવાઝોડાની ગુજરાત પર કોઈ અસર થાશે કે કેમ તે અંગે પણ વિભાગે આગાહી કરી છે.

ગુજરાત રાજ્યનું હવામાન કેવું રહેશે?

વેસ્ટન ડિસ્ટર્બન્સ એટલે પશ્ચિમી વિકશોભના કારણે ચાલુ વર્ષ દરમિયાન હવામાનમાં ભારે ઉતાર ચઢાવ દેખાઈ રહ્યા છે. હવામાન વિભાગે માહિતી આપી છે કે, હવે વેસ્ટન ડિસ્ટર્બન્સ ની અસર ગુજરાત પરથી દૂર થતી જોવા મળી રહી છે માટે રાજ્યમાં કમોસમી વરસાદનું જોર ઘટતું જશે. 24 કલાક બાદ ગુજરાતમાંથી વાદળછાયુ વાતાવરણ પણ દૂર થઈ જવાની સંભાવના છે. વરસાદથી મુક્તિ મળવાની સાથે તાપમાનમાં ભારે વધારો થવાની શક્યતા પણ વ્યક્ત કરી છે.

આજે ક્યાં ક્યાં વરસાદ થવાની સંભાવના છે?

આજની આગાહી જોઈએ તો ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને બનાસકાંઠા સહિત અરવલ્લી અને દક્ષિણ ગુજરાતના ડાંગ નર્મદા અને તાપીમાં માવઠું કે પછી ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. આજના દિવસે સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલીમાં પણ વરસાદ થવાની શક્યતા છે.

ગુજરાત પર વાવાઝોડાની અસર કેવી થશે?

બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની રહી છે તે અંગે વાત કરતા વૈજ્ઞાનિક જણાવે છે કે, હજુ તે સિસ્ટમ બની નથી પરંતુ તેની સંભાવના 7 તારીખ અને આઠ તારીખની આસપાસ છે. હાલ પૂરતું તે ગુજરાતના હવામાન પર કોઈ અસર થવાની શક્યતા નથી જો તે વેસ્ટન ડિસ્ટર્બન્સ નથી માટે આપણા ત્યાં વરસાદ પૂર્ણ થઈ રહ્યો છે.

આ ૫ણ વાચો: ગુજરાતમાં વિધિવત ચોમાસાનો પ્રારંભ કયારે? ગુજરાતમાં ચોમાસાને લઈ અંબાલાલની મોટી આગાહી જાહેર

આ ૫ણ વાચો: રમણીકભાઇ વામજાની આગાહી: ચોમાસું 16 આની, વાવાણીની તારીખ, ૫૦ થી ૫૫ ઇંચ વરસાદ

ભારતમાં વર્ષના પહેલા વાવાઝોડાનું સંકટ

આમ તો ગુજરાત પરથી ખતરો ટળી રહ્યો છે. પરંતુ બીજી બાજુ બંગાળની ખાડીમાં ચક્રવાત ઉભો થવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે. હવે ટૂંક સમયમાં વાવાઝોડું કઈ તરફ આગળ વધશે તે ટ્રેક વિશે થોડી માહિતી મેળવી શકાશે. આ વાવાઝોડાની અસર કયા કયા વિસ્તારોમાં થશે, તે અંગેની હજુ સુધી કોઈ સંભાવનાઓ વ્યક્ત કરાઈ નથી કારણકે ડિપ્રેશન કે પછી લો પ્રેશર ક્રિએટ થયા પછી તેની ગતિ સહિતની સચોટ માહિતી મેળવી શકાય છે.

વૈજ્ઞાનિકો ગુજરાતના હવામાન અંગે શું કહે છે?

અમદાવાદના હવામાન વિભાગના વૈજ્ઞાનિકો ગુજરાતમાં પાંચ દિવસની આગાહી કરી હતી. જેમાં પાછળના ત્રણ દિવસનું હવામાન કોરું રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી. એટલે કે આજે રાજ્યના ચાર પાંચ જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ થવાની શક્યતાઓ છે. તે પછી રાજ્યમાં ગરમીનું જોર વધવાનું શરૂ થશે.

ગુજરાતમાં ગરમીનું જોર વધવાની આગાહી

આગામી બે ત્રણ દિવસોમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ત્રણથી ચાર ડિગ્રી તાપમાનમાં વધારો થવાની સંભાવનાઓ સ્થાનિક હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેની પ્રમાણે સંભાવના છે કે, આગામી સમયમાં રાજ્યના ઘણા સ્ટેશનો પર તાપમાનનો પારો 40 કે તેને પાર જઈ શકે છે.

દેશનો હવામાન વિભાગ શું કહે છે?

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છ થી સાત તારીખે બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થઈ શકે છે. આ પછી આઠ તારીખે હાલ ઓપરેશન ડિપ્રેશનમાં પરિવર્તન થઈ શકે છે. જે પછી આગામી સમયમાં આ ડિપ્રેશન વાવાઝોડામાં ફેરવવાની શક્યતાઓ હાલ જોવામાં આવી રહી છે. આ ચક્ર વાતને લગતી તમામ હલચલો ઉપર હવામાન વિભાગ સતત નજર રાખી રહ્યા છે.

IN ENGLISH

Any effect of the cyclone forming in the Bay of Bengal on Gujarat? Clarification of Meteorological Department and Nishanta – How will the weather of Gujarat state be

The Gujarat Meteorological Department has expressed the possibility that the state will get relief from unseasonal rains. The Meteorological Department has expressed the possibility of rain today. Along with this, the department has also predicted whether the storm that is going to form in the Bay of Bengal will have any impact on Gujarat.

How will the weather of Gujarat state be?
Due to Western Disturbance, the weather is showing extreme ups and downs during the current year. The Meteorological Department has informed that now the effect of Weston Disturbance is seen to be moving away from Gujarat, so the force of unseasonal rain will decrease in the state. After 24 hours, cloudy weather is also likely to disappear from Gujarat. Along with getting relief from rain, the possibility of a huge rise in temperature has also been expressed.

Where is it likely to rain today?
If we look at today’s forecast, there is a possibility of rain or thundershowers in Aravalli including Sabarkantha and Banaskantha of North Gujarat and Dang Narmada and Tapi of South Gujarat. Bhavnagar and Amreli of Saurashtra are also likely to receive rain today.
How will the cyclone affect Gujarat?
Talking about the system that is forming in the Bay of Bengal, the scientist says that it has not yet formed but its probability is around 7th and 8th. As of now it is not likely to have any impact on Gujarat weather if it is not Weston Disturbance as rains are getting completed there.

India’s first cyclone crisis of the year
Thus, the threat from Gujarat is being avoided. But on the other hand, the possibility of a cyclone forming in the Bay of Bengal is being expressed. Now soon we can get some information about the track in which the storm will move. No probability has been expressed about the areas where this storm will affect, as accurate information including its speed can be obtained after the depression or low pressure is created.

What do scientists say about Gujarat’s weather?
Ahmedabad Meteorological Department scientists had predicted five days in Gujarat. In which the weather for the last three days is likely to remain dry. That means there are chances of scattered rain in four to five districts of the state today. After that, heat will start increasing in the state.

Heat is predicted to intensify in Gujarat

The local Meteorological Department has predicted that the temperature will increase by three to four degrees in some areas of Saurashtra and North Gujarat in the next two to three days. According to which there is a possibility that the temperature may go above 40 or more at many stations of the state in the near future.

What does the weather department of the country say?
According to the Meteorological Department, low pressure may become active in the Bay of Bengal on 6 to 7 days. After this, there may be a change in current operation depression on the eighth date. After which the possibilities of turning this depression into a storm are being seen in the near future. The Meteorological Department is constantly monitoring all the movements related to this cycle.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.