પાક સાથે ખેડૂતો મૂંઝાયા: ગુજરાતમાં વરસાદનો લાંબો વિરામ, ફરી સિસ્ટમ બને તેવી શક્યતા કેટલી? – rains in Gujarat

WhatsApp Group Join Now

પાક સાથે ખેડૂતો મૂંઝાયા: ગુજરાતમાં વરસાદનો લાંબો વિરામ, ફરી સિસ્ટમ બને તેવી શક્યતા કેટલી? – Long break of rains in Gujarat

જુન અને જુલાઈ મહિનામાં રાજ્યમાં વરસાદે ધરતીને જાણે કે તરબોળ કરી નાંખી. વરસાદની પેટર્નમાં બદલાવ કહો કે અન્ય કારણ પરંતુ સિઝનના સરેરાશ વરસાદ કરતા વધુ વરસાદ જુન અને જુલાઈમાં જ વરસી ગયો. ગુજરાતમાં વરસાદની સ્થિતિ ટકાવારીની દ્રષ્ટિએ એકંદરે સારી છે પરંતુ હવે મુદ્દો આવ્યો છે વરસાદે લીધેલા વિરામનો.. લગભગ 20 દિવસ કરતા વધુ સમય થઈ ગયો છે અને રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે. ખેડૂતોની દ્રષ્ટિએ આ વિરામ થોડો લાંબો કહી શકાય.. ભારતમાં વરસાદ અને ખેતી એ રીતે જોડાયેલા છે કે જેમાં સમયસર અને માફકસરનો વરસાદ જ ખેતી અને ખેડૂતને ઉન્નત કરી શકે. હવે વરસાદે લીધેલો વિરામ લાંબો ખેંચાય તો ખેડૂતો માટે મુશ્કેલી ઉભી થઈ શકે.. પાકની વાવણી થઈ ચુકી છે અને હવે જરૂર છે એ પાકને વરસાદના પાણીની. જો હજુ લાંબો સમય વરસાદ ખેંચાશે તો ખેડૂતોને પાણીના અન્ય વિકલ્પ ખુલ્લા કરવા પડશે જે હાલના તબક્કે કદાચ પોષાય એમ નથી. ગુજરાતમાં હવે વરસાદ આવશે તો ક્યારે આવશે, રાજ્યમાં હવે પછી વરસાદી સિસ્ટમ બનશે તો ક્યારે બનશે.

આ પણ વાચો: મઘા નક્ષત્ર: કયું વાહન? કેટલો વરસાદ? જાણો લોકવાયકા અને વરસાદના જોગ

વરસાદને લઈને આગાહી શું?

What is the forecast regarding rain?

હાલ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટા પડી શકે છે. મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના પણ વ્યક્ત કરી છે. ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા નહિવત છે. દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. તો કચ્છમાં વરસાદની કોઈ શક્યતા નથી. તેમજ હાલ રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય નથી.

  • પાકના સારા વાવેતર માટે તબક્કાવાર વરસાદ જરૂરી
  • જૂન-જુલાઈમાં રાજ્યમાં ભરપૂર વરસાદ થયો
  • અંદાજે 20 કરતા વધુ દિવસથી વરસાદે વિરામ લીધો છે
  • વરસાદ ખેંચાતા વાવેલા પાકને લઈને મુશ્કેલી ઉભી થઈ છે
  • હજુ વરસાદ ખેંચાય તો પાકને નુકસાન થઈ શકે છે

વરસાદ ખેંચાતા ખેડૂતોને મુશ્કેલી શું?

What is the problem for farmers due to rain?

પાકના સારા વાવેતર માટે તબક્કાવાર વરસાદ જરૂરી છે. જૂન-જુલાઈમાં રાજ્યમાં ભરપૂર વરસાદ થયો. અંદાજે 20 કરતા વધુ દિવસથી વરસાદે વિરામ લીધો છે. વરસાદ ખેંચાતા વાવેલા પાકને લઈને મુશ્કેલી ઉભી થઈ છે. હજુ વરસાદ ખેંચાય તો પાકને નુકસાન થઈ શકે છે. ખેડૂતોએ પિયતનું પાણી પાકને આપવું પડે તેવી સ્થિતિ આવી શકે. હાલ ખેતરના બોર કે પંપનું પાણી ન વપરાય તે જરૂરી છે. અત્યારે બોર, પંપ કે કૂવાનું પાણી વપરાય તો મુશ્કેલી વધી શકે છે. હાલ પિયતના પાણીનો ઉપયોગ થાય તો પાછોતરી મુશ્કેલી પડી શકે છે.

આ પણ વાચો: મઘા નક્ષત્ર: કયું વાહન? કેટલો વરસાદ? જાણો લોકવાયકા અને વરસાદના જોગ

મઘા નક્ષત્ર: કયું વાહન? કેટલો વરસાદ? જાણો લોકવાયકા અને વરસાદના જોગ – Magha Nakshatra

આ પણ વાચો: ગુજરાતમાં લાંબા વિરામ બાદ નવી સિસ્ટમ વરસાદ લઈને આવશે તેવી આગાહી

ગુજરાતમાં લાંબા વિરામ બાદ નવી સિસ્ટમ વરસાદ લઈને આવશે તેવી આગાહી – new system is predicted

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment