પરેશ ગોસ્વામીએ કરી આગાહી, 2024નું ચોમાસું ક્યારે શરૂ થશે અને કેવું રહેશે?

ચોમાસુ 2024 : હવામાનની નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા ગુજરાતમાં ઉનાળાની શરૂઆતમાં જ મહત્વની આગાહી કરી છે. તેમણે આવનાર ચોમાસાની પ્રીમોન એક્ટિવિટી નો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે. હવામાન નિષ્ણાંતે 70 પછી હવામાનમાં શું થશે તેની સંભાવના વ્યકત કરી છે.

varsad aagahi

આવામાં પરેશ ગોસ્વામીએ માર્ચ મહિનાના અંતમાં વર્ષની પહેલી હિટવેવની આગાહી વ્યક્ત કરી છે.

આ પણ વાચો : પરેશ ગોસ્વામીની નવી આગાહી, વિસ્તાર વાઇસ કરી આગાહી

પરેશ ગોસ્વામી એ આ વર્ષે મે મહિનાના અંતમાં પ્રીમોનસુન એક્ટિવિટી થવાની શક્યતા વ્યક્ત કરી છે. સાથે મોડું ઉનાળુ વાવેતર કરી રહેલા ખેડૂતોને ચેતવણી પણ આપી છે. કારણ કે પ્રિમોન્સુન એક્ટિવિટી દરમિયાન થનાર વરસાદની અસર ઉનાળુ ઉભા પાક પર થઈ શકે છે.

આ પણ વાચો : 2024નું ચોમાસું એકદમ ટનાટન : કેસુડાના ફુલે આપ્યા સોનેરી સંકેત

કઈ તારીખે પ્રી-મોન્સુન એક્ટિવિટી જોવા મળશે?

15 જૂને ગુજરાતમાં ચોમાસુ પ્રવેશ કરે તે પહેલા આ વર્ષે મે મહિનાની 24 તારીખથી 28 તારીખ દરમિયાન પ્રિમોન્સૂન એક્ટિવિટી અંતર્ગત વરસાદ નો પહેલો રાઉન્ડર આવવાની શક્યતા છે. જોકે આ વરસાદ સાર્વત્રિક હોવાનો નથી પરંતુ એક્ટિવિટી જોવા મળશે ત્યાં ગાંજવીજ સાથે વરસાદ થતો હોય છે. મે મહિના બાદ જૂન મહિનામાં પણ પ્રી મોન્સુન એક્ટિવિટી અંતર્ગત વરસાદ નો બીજો રાઉન્ડ આવવાની શક્યતા છે. તે 2 જૂન થી 8 જૂન દરમિયાન આવવાની શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે.

આ પણ વાચો : કાળી આંધી સાથે તોફાનો, વીજળીના ચમકારા, અંબાલાલ પટેલની નવી આગાહી

ઉનાળુ પાક લેનારાને ચેતવણી

પ્રિ-મોન્સુન એક્ટિવિટી સાથે પરેશ ગોસ્વામી એ ઉનાળુ પાક લેનારા અને કેરીના બગીચા ધરાવતા ખેડૂતો માટે મહત્વની વાત કરી છે. તેઓએ બનાસકાંઠા જેવા વિસ્તારોમાં ખેડૂતોને બહુ વાંધો નહિ આવે તેવું જણાવ્યું છે. પરંતુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના બાગાયતી પાક લેનારા ખેડૂતોને પ્રિ મોન્સુન એક્ટિવિટી મુશ્કેલી વધારી શકે છે.

આ પણ વાચો : અંબાલાલ પટેલે કરી આગાહી, 18 થી 20 તારીખમાં હવામાનમાં આવશે મોટો પલટો!

પરેશ ગોસ્વામી જણાવે છે કે, મે મહિનામાં અંતમાં કેરીના પાકમાં ઉતારા નાં સમય હોય છે. આવા સમયે પ્રિ મોન્સુન એક્ટિવિટી અંતર્ગત વરસાદ થાય તો તૈયાર થયેલા પાકને નુકશાન થઈ શકે છે. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ એવી ભીતી દેખાઈ રહી છે. જોકે, તેમણે કહ્યું કે આ લાંબાગાળાનું અનુમાન છે અને તેને અંતિમ સમજવાનું નથી. પરંતુ ખેડૂત મિત્રોએ પોતાના પાકની તકેદારી રાખવાની જરૂર છે.

2024 નું ચોમાસુ કેવું રહેશે?

ચોમાસુ 2024 : આ સાથે પરેશ ગોસ્વામી એ વર્ષ 2024 નું ચોમાસુ સારું રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. આગામી સમયમાં ચોમાસાની વિગતવાર આગાહી કરવાની વાત પણ તેમના દ્વારા કરવામાં આવી છે.

ચોમાસુ 2024

ખાસ નોંધ લેવી : આ આર્ટિકલમાં બતાવવામાં આવેલી માહિતી જુદા જુદા ધાર્મિક ગ્રંથો, પુસ્તકો, તેમજ ઇન્ટરનેટ અને વિદ્વાનો દ્વારા મેળવેલ છે. જે 99 % સાચી હોઈ શકે છે. માહિતીનો ઉપયોગ કરતાં પહેલાં કોઈની સજ્જનની સલાહ લેવી જોઈએ. (વરસાદ કે વાવાઝોડા વખતે ભારતીય હવામાન વિભાગ ની સૂચના ને અનુસરવું) બાકી આ માહિતી 100 % સાચી જ છે તેવો દાવો અમારું પેજ કે વેબસાઇટ (khedutsamachar.in) કરતી નથી. જેની દરેકે નોંધ લેવી. તેમજ આર્ટિકલની નકલ કરવી નહીં.

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
2024 નું ચોમાસુ કેવું રહેશે?


આ સાથે પરેશ ગોસ્વામી એ વર્ષ 2024 નું ચોમાસુ સારું રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. આગામી સમયમાં ચોમાસાની વિગતવાર આગાહી કરવાની વાત પણ તેમના દ્વારા કરવામાં આવી છે.

કઈ તારીખે પ્રી-મોન્સુન એક્ટિવિટી જોવા મળશે?

15 જૂને ગુજરાતમાં ચોમાસુ પ્રવેશ કરે તે પહેલા આ વર્ષે મે મહિનાની 24 તારીખથી 28 તારીખ દરમિયાન પ્રિમોન્સૂન એક્ટિવિટી અંતર્ગત વરસાદ નો પહેલો રાઉન્ડર આવવાની શક્યતા છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment