ફરી વરસાદને લઈને એલર્ટ! આ રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી, IMDએ આપી ચેતવણી

WhatsApp Group Join Now

Rain alert again : દેશભરમાં ચોમાસાની વિદાયની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, આમ છતાં ઘણા ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આટલું જ નહીં આ વખતે ચોમાસું 1 જૂન પહેલા આવી ગયું હતું અને તેની અંતિમ વિદાય ઓક્ટોબરના બીજા અથવા ત્રીજા અઠવાડિયામાં જોવા મળી શકે છે.

આ પણ વાચો : 8 થી 10 ઓક્ટોબરમાં વરસાદની શકયતા? અંબાલાલ પટેલની ચક્રવાતની આગાહી

અત્યારે પણ દેશના વિવિધ ભાગોમાં મુશળધાર વરસાદ ખાબકી રહ્યો છે. સોમવારે કર્ણાટક, ગુજરાત, સૌરાષ્ટ્ર કચ્છ અને પશ્ચિમ મધ્યપ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો હતો. સાથે જ બિહાર અને ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડ્યો હતો.

આજે ક્યાં વરસાદની આગાહી? – Rain alert again

આજે વરસાદની વાત કરીએ તો હવામાન વિભાગ મુજબ આજથી લઈને આગામી 4 થી 5 દિવસ સુધી પૂર્વોત્તર રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે, કારણ કે આસામમાં સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થઈ રહ્યું છે.

આ પણ વાચો : ખેલૈયાઓ નોંધી લો, વરસાદ આ તારીખોમાં બગાડશે નવરાત્રિની મજા! અંબાલાલ પટેલની આગાહી

આજે આસામ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, મણિપુર, ત્રિપુરા, મિઝોરમ અને નાગાલેન્ડના તમામ 7 રાજ્યોમાં મુશળધાર વરસાદ પડવાની શક્યતા છે. સાથે જ તમિલનાડુ, તેલંગાણા, કર્ણાટક અને કેરળ સહિત કેટલાક રાજ્યોમાં આવનાર 4-5 દિવસ સુધી ભારે વરસાદ થવાની શક્યતા રહેલી છે.

ચોમાસાની વિદાય શરૂ! – Rain alert again

હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજસ્થાન અને ગુજરાતમાં ચોમાસું પાછું ખેંચવાની પ્રક્રિયા થવા લાગી છે. જો કે આ સ્થળોએ ચોમાસા પછીના વરસાદનો સમયગાળો આજથી એટલે કે 1 ઓક્ટોબરથી શરૂ થશે અને આગામી ત્રણ દિવસમાં રાજ્યમાં થોડા સ્થળોએ મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.

Rain alert again

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
આજે ક્યાં વરસાદની આગાહી?

આજે વરસાદની વાત કરીએ તો હવામાન વિભાગ મુજબ આજથી લઈને આગામી 4 થી 5 દિવસ સુધી પૂર્વોત્તર રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે,

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment