આગામી 48 કલાક ગુજરાત માટે અતિભારે, 6 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ અપાયું!

Red alert : રાજ્યમાં ચોમાસાની વિદાય સાથે મેઘરાજાએ ફરી ધડબડાટી બોલવાનું શરૂ કર્યું છે. આગામી 48 કલાક હજી રાજ્યમાં માટે ભારે છે. હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર, આજે દક્ષિણ ગુજરાતના 6 જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે 2 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણના જિલ્લાઓમાં અતિભારેથી ભારે વરસાદની શક્યતા રહેલી છે.

6 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર! – Red alert

હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર, આજે દક્ષિણ ગુજરાતના 6 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, ડાંગ, નવસારી, તાપી, નર્મદા જિલ્લામાં તથા દમણ, દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની શક્યતા છે.

આ પણ વાચો : હસ્ત નક્ષત્ર 2024 : કયું વાહન છે? કેટલો વરસાદ પડશે? જાણો લોકવાયકા અને વરસાદના યોગ

હવામાન વિભાગે 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. ભરૂચ, છોટાઉદેપુર, વડોદરા, ભાવનગર, ગીર સોમનાથ અને અમરેલીમાં અતિભારે વરસાદની શક્યતા છે. તો 11 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે. જૂનાગઢ, બોટાદ, સુરેન્દ્રનગર, આણંદ, ખેડા, મહીસાગર,  રાજકોટ, અમદાવાદ, પંચમહાલ, દાહોદ અને અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. આ ઉપરાંતના તમામ જિલ્લામાં વરસાદની કોઈ વોર્નિંગ આપવામાં આવી નથી.

આ પણ વાચો : આ જીલ્લાઓમાં 8 થી 10 ઈંચ વરસાદ ખાબકશે, અંબાલાલ પટેલની અતિભારેની આગાહી

28 તારીખે ક્યાં કયાં જિલ્લામાં આગાહી – Red alert

આવતીકાલે એટલે શનિવારે વરસાદનું જોર થોડું ઓછું થતું થઈ રહ્યું છે. 28 તારીખે ગીર સોમનાથ, ભરૂચ, ભાવનગર, અમરેલી, વડોદરા, દાહોદ, નર્મદા, સુરત, છોટાઉદેપુર, પંચમહાલ, નવસારી, વલસાડ, ડાંગ, તાપી જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે.

આ પણ વાચો : Gujarat Weather Forecast: બપોરના 1 વાગ્યા સુધીની આગાહી, અમદાવાદમાં ભારે વરસાદ, 13 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર, આજે સૌરાષ્ટ્રના ભાવનગર તથા દક્ષિણ ગુજરાતનાં છોટાઉદેપુર, નર્મદા, વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં અતિભારેથી ભારે વરસાદની શક્યતા રહેલી છે. આ સાથે સૌરાષ્ટ્રનાં ગીર સોમનાથ અને અમરેલી તથા દાહોદ, પંચમહાલ, વડોદરા, તાપી, ભરૂચ, સુરત, ડાંગ, નવસારીમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.

Red alert

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
6 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર!

આજે દક્ષિણ ગુજરાતના 6 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment