આજે સામાન્ય વરસાદ, આવતીકાલે મેઘ તાંડવ, જાણો વિસ્તાર વાઇજ આગાહી – Today normal rain

WhatsApp Group Join Now

આજે સામાન્ય વરસાદ, આવતીકાલે મેઘ તાંડવ, જાણો વિસ્તાર વાઇજ આગાહી – Today normal rain

છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદ પડી રહ્યો છે. ગુજરાતના છૂટાછવાયા સ્થળોએ આગામી બે દિવસ સુધી ભારે વરસાદ તો અમુક વિસ્તારોમાં સામાન્ય વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. જોકે પછી વરસાદના વિસ્તારોમાં ઘટાડો થશે. ગુજરાતમાં આજે ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

આ પણ વાચો: આજે ભારે વરસાદની આગાહી, મઘ્ય રાત્રે મેઘ મહેર 

આજે ક્યાં વરસાદની આગાહી?

આજે ઘણા વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી છે. આજે એક દિવસ કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની શક્યતા છે. આવતીકાલથી ફરી ભારે વરસાદની શક્યતા છે. આજે ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જેમાં કચ્છ, મોરબી, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, જામનગર, દ્વારકા, પોરબંદર, ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર, દાહોદ, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, વડોદરા અને છોટાઉદેપુરમાં અમુક વિસ્તારોમાં સામાન્ય તો અમુક વિસ્તારોમાં છૂટા છવાયા ઝાપટા પડવાની શક્યતા છે. આજના દિવસ માટે ભારે કે અતિભારે વરસાદની શક્યતાઓ સાવ ઓછી છે.

12 જુલાઈથી ફરી ભારે વરસાદ

આવતીકાલથી ફરી ભારે વરસાદની શક્યતા છે. 12 જુલાઈથી 15 જુલાઈ સુધી ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા છે. આવતીકાલથી સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદની આગાહી છે. આવતીકાલે અમદાવાદ, ગાંધીનગરમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. જ્યારે સુરત, વલસાડ, ભરૂચ, નવસારીમાં ભારે વરસાદ પડી શકે છે.

તો 13 જુલાઈએ દાહોદ, છોટા ઉદેપુર, વલસાડ, તાપી, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

14 જુલાઈના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.